આદરણીય આદિલ મન્સૂરી સાહેબનું થોડા કલાકો પહેલાં ન્યુજર્સી ખાતે દુ:ખદ નિધન થયું છે.
તેઓ ભોતિક દેહે ભલે ન હોય પણ આપણા સૌના હ્રુદયમા સદા વિરાજમાન છે જ.
તેમની રચનોથી તેમને શ્રધ્ધાંજલી અર્પીએ—
જિંદગીના ઝેરને
સ્વપ્નમાં દીવાલને ઘોળ્યા કરું.
એક પીળી લાગણી ચોળ્યા કરું.
ચોતરફ ખંડેર ફેલાઈ રહ્યું,
ચોતરફ હું મારું ઘર ખોળ્યા કરું.
આ નદી તો સાવ સુકાઈ ગઇ
ને હું ખાલી આંગળી બોળ્યા [...]