November 10, 2008

સંકલ્પોનો સૂર્યાસ્ત-યામિની ગૌરાંગ વ્યાસ

રોજ સવારે સૂર્યોદય સમયે આપોઆપ ગુંજન થતો યજુર્વેદનો આ મંત્ર
तन्मे मन: शिवसंकल्पस्तु !
મારું મન હંમેશા કલ્યાણકારક સંકલ્પવાળું બનો.
તેમા જ્યોતિ સ્વરુપ ચંચળ મનને શિવ સંકલ્પ કરવા આહ્વાહન છે.
સંકલ્પ  વિના એ શક્ય નથી
તું   રોક નયનના આંસુ મથી
તું  હાથની   મુઠ્ઠી  વાળી  જો
રેખાઓ બધી બદલાઈ  જશે !
શેખાદમ આબુવાલાના મુક્તકથી પ્રેરણા મળી અને વીતેલા વર્ષમાં તમારે ઘણાં મિત્રો કે સગાં-સંબંધીઓ [...]