Entries from May 2009

May 31, 2009

ઊઠો, ચાલો, કદમ બઢાવો.

  હવે આપણા વિષય પ્રતિ વળીએ.
આપણે મનના કાર્યનો વિચાર કરતાં હતાં, અંતર પાવિત્ર્યની વાત કરતાં હતાં. આપણાં તન-મનઉજ્જ્વળ શી રીતે થાય? જ્યારે આપણા અંતરમાં પાવિત્ર્ય પ્રકટે ત્યારે. એ ત્યારે જ બને જ્યારે આપણે તન, મન, વચનથી શુદ્ધ બનીએ. પવિત્રતાનું સ્થાન આપણું અંતઃકરણ છે, જે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્તનું બનેલું છે. એ અંતઃકરણને અજવાળતી આપણી [...]

May 30, 2009

Exit—યામિની ગૌરાંગ વ્યાસ

 Exit
મસ મોટાં નવા શૉપિંગ મૉલમાં
પહેલી વાર ગઈ
 આમ તેમ નજર ફૅંકતી
એક ખૂણામાં પહોંચીં
હા,આ…જ, અહીં જ
હું હૉમવર્ક કરતી
આ હારબંધ શૅમ્પુની બૉટલ છે
ત્યાં બારી હતી
ત્યાં જ બેસી પપ્પા પૅપર વાંચતા
 આ અહીં નટ્સની ચૉકલૅટની બૉક્સીસ છે
ત્યાં મમ્મી તેલ નાંખી માથું ઓળી દેતી
ને ત્યાં નૂડલ્સના પૅકૅટ છે ત્યાં તો
તુલસી હતી,આ બાજુ હીંચકો…
ત્યાં ચોક અને પેલી બાજુ ચોકડી..
અહીં અમારું ઘર હતું
અમે [...]

May 29, 2009

અંતિમ ધ્યેય હાંસલ કરવાનો નિર્ણય

  એ રાહ સીધો ભલે છે, પણ સાંકડો પણ છે. ક્યાંક આસપાસ ફંટાઈ ન જવાય એની સાવધાની રાખ્યા વિના ચાલે એમ નથી; કારણ ભૌતિક આકર્ષણો, બિન જરૂરી ખેંચાણો ઘણાં છે. કહ્યું છે, “Straight is the gate and narrow the  way that leadeth unto the path of Inner Glory .”  તો ચાલો; આપણું અંતિમ ધ્યેય હાંસલ [...]

May 28, 2009

એ રાહ સીધો ભલે છે, પણ સાંકડો પણ છે.

   જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે. રાધા એ કૃષ્ણનો પ્રાણ છે. કૃષ્ણ વિનાની રાધા સૂની સૂની છે. જ્યાં એ નથી ત્યાં કૃષ્ણપણ નથી. યાને કે જ્યાં સુધી આપણામાં રહેલ પ્રેમતત્વ ભક્તિ-રૂપી શૃંગારથી દીપ્ત ન બને, ત્યાં સુધી શ્રીકૃષ્ણ પ્રતિની આપણી આંતર-મજલ ખૂબ ખૂબ લાંબી છે. આપણે સ્વયં એ ‘પ્રેમાભક્તિ’ આપણાં તત્વ રૂપે ન ખીલવીએ, [...]

May 27, 2009

સ્વ-નિર્ણિત માર્ગે પ્રયાણ કરવાં ઉદ્યુક્ત થાય

  મુશ્કેલીઓ જ જીવનને ઘડે છે. સિત્તેરેક વર્ષો પહેલાં ‘સ્ફુલિંગ’ નામનું એક ફરફરિયું, જેમાં દુકાનદારે મનેસેવ-મમરા બાંધીને આપ્યા હતા, તેના ‘મૃત્યુશૈયા પરથી’ નામના શિર્ષકમાં લખ્યું હતુંઃ ‘ઈશ્વરે મોકલેલ હરેક આપત્તિને હું આશિર્વાદ રૂપ સમજું છું. હું હસું છું, તમે હસતાં રહેજો.’ આવું આત્મબળ એ કોક ચોક્કસ પ્રકારની વિચાધારામાંથી જ કેળવાય. તો જ ઈશ્વર પરની શ્રદ્ધા [...]

May 26, 2009

કરેલ કર્મની ફળશ્રુતિ વિના ક્યારેય લુપ્ત થવાનું નથી

   મતલબ કે સર્વ પ્રથમ આપણે આપણી અંદર વળવાનું છે. ભગવાનનો પૂજક ભગવાન જેવો બનવો જોઈએ. સંસ્કૃતમાં ‘ભગ’ એટલે પવિત્ર; ‘વાન’ એટલે શરીર, અંગ. જેનું સર્વાંગ, જેની હસ્તી, સંપૂર્ણ પણે પવિત્ર છે તે ભગવાન. ઈશ્વર પાસે ઈશ્વર જેવાં થઈને જ  જવાય. આથી સર્વ પ્રથમ આપણે તન-મનને ઉજ્જ્વળ – પવિત્ર – કરવાં રહ્યાં. આંતર-બાહ્ય શુદ્ધિ વિના [...]

May 25, 2009

…અભૂતપૂર્વ આનંદથી ભરી દે છે કે જે શબ્દાતીત છે.

  આમ પૂતના અને રાક્ષસોના પ્રાણ હરનાર કૃષ્ણ હિંસાવાદી ન હતા. માખણચોર કનૈયો ચોર ન હતો, ગોકૂળની ગોપીઓ સાથે રાસ રમતો કાનુડો ભોગી ન હતો. દ્વારિકાધીશ કૃષ્ણ કોઈ સંગ્રહખોર રાજાધિરાજ નહીં, પરંતુ જેણે જીવનનું સાચું દામ, સાચું રહસ્ય પિછાન્યું છે એવા આ અનેક દ્વાર વાળી ‘દેહરૂપી દ્વારિકા નગરી’ના અધિપતિ એ કૃષ્ણ આપણ સૌમાં રહેલ આત્મતત્વ [...]

May 24, 2009

હું જેમ અહીં છું તેમ તારામાં પણ છું જ ને!”

  પવિત્ર જીવનને પગથારે
અનેકાનેક પ્રવૃત્તિઓ વચ્ચે ધબકતું આ જીવન આખરે છે શું? આપણે પૈસા અને કીર્તિ પાછળ પડીએ, વિવિધ મોહજાળમાં ફસાઈએ, બાહ્ય આકર્ષણોમાં લપેટાતા જઈએ, અને સાથે સાથે મંદિર, મસ્જિદ કે ગિરિજાઘરોમાં જઈ આ જીવન ઝંઝટમાંથી આપણા છુટકારા માટે ઈશ્વર આગળ આપણું શિર પણ નમાવીએ. રોજ જ આપણે પ્રાર્થના કરીએ, અને એ પત્યાં પછી વળી [...]

May 23, 2009

પૈસા નથી –યામિની ગૌરાંગ વ્યાસ

 પૈસા નથી
વૃધ્ધ મા દિકરાને
 ’દિકરા મારા ચશ્મા
 ટૂટી ગયા છે,જરા
 રીપેર કરાવી દેશે ?’
 ’હંમણા પૈસા નથી…પછી,
 તુ શું વાંચ્યા વગર રહી ગઈ?’
‘દિકરા આ ચામડી બહુ
તતડે છે,દાક્તરે કહેલો તે
 મલમ લાવી દેશે?’
 ’કહ્યુંને હંમણા પૈસા નથી,
 એ તો ઉંમર થાય એટલે
 સ્ક્રીન ડ્રાય થાય.’
પૌત્ર દોડતો આવીનેઃ
‘દાદી…ઓ દાદી,તમે મને
ઉંઘાડવા રોજ
 આ રીંકલવાળા રફ હૅંડ
મારા માથા પર
ફેરવો છો એના
કેટલા પૈસા થાય?’

 

May 22, 2009

ધૃતરાષ્ટ્ર-પદ શોભાવી રહ્યાં છીએ

  આપણે સૌ ગીતા વાંચીએ છીએ, એનું રટણ કરીએ છીએ; પરંતુ એના તત્વમાં આપણે ભાગ્યે જ ઊતરીએ છીએ. કોઈ પણ ધર્મગ્રંથનું ઉપરછલ્લું વાચન કે રટણ કરવાથી આપણે શું મેળવી શકીએ, સિવાય કે એ વાંચ્યાનો ઠાલો સંતોષ? શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આંતર સંદેશ સમજવા, એને આપણા જીવનનો એક ભાગ બનાવી આપણા જીવનને  ઊંચે ઉઠાવવા આપણામાંથી કેટલાએ દિલનો [...]