June 1, 2009

ભક્તિ- પાવિત્ર્ય પ્રાપ્ત કરીએ, એની જ પ્રાપ્તિમાં રત બની જઈએ.

   અહીં પ્રશ્ન એ ઊઠે છે કે સૌમાં કાનુડાની રાધાનું સ્થાન ક્યાં? એ વિચારીએ તે પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે સદૈવ સંકળાએલી ‘રાધા’ કોણ, આ રાધા એ કયું તત્વ છે, તે સમજવું જરૂરી છે. સંસ્કૃતમાં ‘रा’ એટલે પ્રકાશ, અને ‘धा’ એટલે ધારણ કરનાર. પ્રકાશ ધારણ કરનાર તે ‘રાધા’. આ પ્રકાશ તે બાહ્ય પ્રકાશ નહિ, પરંતુ  ‘અંતઃપ્રકાશ’. [...]