હવે આવે છે ગીતાનું બીજું પાત્ર ‘સંજય’. અંધ ધૃતરાષ્ટ્ર ધર્મક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રમાં ચાલતાં યુધ્ધના – એટલે કે આપણી અંદર ચાલતાં ધર્મયુધ્ધનાં – દર્શન માટે સંજયનો સહારો લે છે. યાને કે એ ‘સંજય’ આપણાં આંતરતત્વમાં રહેલ આંતરદર્શન કરાવનાર કોઈ તત્વ છે. એં સંજય કોણ તે આપણે જાણવું રહ્યું; કારણકે આપણે જ આપણા પોતાના પ્રતિ અંધ [...]