June 4, 2009

તારે પાયે લળી વિસરવા આત્મને ઝં ખના ત્યાં.

હે સ્વામી ! હું તુજ ચરણમાં આવીને સ્તબ્ધ ભાવે
છેવાડો શો , દ્રવિત હૃદયે યાચતો દીન ઊભો ,
ભક્તિપ્રેર્યાં વિગલિત દૃગે , ગર્વ મિથ્યા ત્યજીને ,
શ્રદ્ધાઘેલો  વિવશ  બનીને આર્જવે બાવરો શો.
ઝંખું દેવા ! મુજ હૃદયના ભાવની પુષ્પમાળા
ગૂંથી કંઠે તવ અરપતાં થઈ રહું કંઠષ્લેષ .
 
જાણું છું હું , સુરભિ નવ ત્યાં , માર્દવી ના કુમાશ ,
ના સૌન્દર્યે તુજ [...]