પ્રિય રામ,
કુશળ હશો.
જત જણાવવાનું કે
હું અહીં અશોકવાટિકામાં
સુરક્ષિત છું, તમારા નામના
રટણના આવરણ માત્રથી…
તમારી ભાર્યા સામે
લંકાપતિ હાર્યા બરાબર છે
તમતમારે નિશ્ચિત થઈ
મને લેવા આવશો
પણ થોડા પ્રશ્નો છે, પૂછું?
‘હું સ્ત્રીસહજ સજવાધજવાના
મોહથી મોહી પડી
પણ તમે ય ન કળી શક્યા
સોનમૃગની છળને ?
કોને અનુસરશો?
મોહને કે નિયતિને ?
તો શું નિયતિ મુજબ જ
લીધા કરશો મારી
અગ્નિપરીક્ષા
યામિની ગૌરાંગ વ્યાસ


5 Comments
June 12, 2009 at 12:50 pm
તો શું નિયતિ મુજબ જ
લીધા કરશો મારી
અગ્નિપરીક્ષા
યુગો યુગો સુધી !!
When Yamini writes…how can I not say anything ?
Another nice diplay of her thoughts !
June 12, 2009 at 12:56 pm
Please make the correction>>>
Another display of her thoughts !
Is it not true that we are always facing different situations…& like Sita we all keep asking the questions to God ?
June 16, 2009 at 11:50 am
સુંદર ભાવવાહી રચના…
મજા આવી…
June 17, 2009 at 1:08 am
Enjoyed very nicely written thought provoking prose poem from Yamini!
Sudhir Patel.
June 28, 2009 at 11:53 am
ભાવભર્યો ભાવોદ્રેક.