June 21, 2009...1:47 am

ભર મઝધાર ચઢી વંકાતી…

Jump to Comments

સીતારામ ! રાધેશ્યામ !

મારી બેડલી પાર ઉતારો રામ ! … સીતારામ …

નૈયા મારી જર્જર ઝરતી ,

વા વંટોળે રહી વિઝાતી ,

ભર મઝધાર ચઢી વંકાતી ;

                              તું વિણ કોણ સંભાળે ? … સીતારામ ! …

મનડું મારું સાવ નઠોરું ,

પાગલ , ચંચલ , નિત નર્તન્તુ ,

હાથ ન મારા ઘડી ય રહેતું ;

                            શી પેરે સમ જાવું ?  રામ ! … સીતારામ ! …

 

પલભર શાણું , તો ય ન સખણું ;

ગરજી ગાજી ધાર્યું જ કરતું ;

હારી થાકી શરણે આવ્યો ;

                         અવ તો નાથ ઉગારો ! રામ !  … સીતારામ !

1 Comment


Leave a Reply