શ્રધ્ધા દિવાનની
ડાયરીના પાનાં રોજ ફરતાં
ચીન્ટુ-પીન્કીનાં સ્વેટર આપણા
રૂમના વૉર્ડરોબના ઉપરનાં
જમણા ખાનામાં ને રેઈન કોટ
કીડઝરૂમના કબાટનાં નીચેનાં
ખાનામા….હમણાં સાઈઝ
બરાબર છે પણ આવતા વર્ષે
કદાચ ટૂંકા…
ચીન્ટુનાં ટીફીનબોક્સમાં
ક્યાંક રાઈ નાંખવી નહીં,
વણી વણીને કાઢે ને રીસેશ પૂરી
થાય…ખાવાનું અધુરું રહે.
પીન્કીનાં લાંબા સુંવાળા
ચોટલા ઓળવા-ધોવાનો
પ્રોબ્લેમ રહેશે જ…
વાળ કપાવી શકાય
એને દોઢ-બે વર્ષ પછી
સેનેટરી નેપકીનની જરુર પડશે
એ બાબત મેં સમજાવી દીધું છે
પણ એના મુગ્ધ મનની
કોમળ લાગણીઓ સાચવી લેજો
આગલી રાતથી યુનિફોર્મ, સ્કુલ બેગ,
હોમવર્ક, બૂટ-મોજા ચેક કરજો,
નહીં તો સવારે ધમાલ…
હળધરવાળું દૂધ/વીક્સ/
રીક્ષાવાળો/પેરન્ટસ મીટીંગ/
સ્વીમીંગ/નાઈટડ્રેસ…
ને રોજ રાત્રે સૂતાં પહેલાં
પ્રાર્થના સાથે જ કરવી(આપણે)
…આપણે તો લખ્યું જ નથી,
આવી બેવફાઈ !
છોડીને જવાની હતી તો
આવી શું કામ હતી
આખી ભૂતાવળ ઊભી કરવા!
હા શ્રધ્ધા,
હું રોજ તારી આ ડાયરીને
ફૉલૉ કરું છું
પણ
તારે મારી સાથે
બેવફાઈ કરી
કેન્સર સાથે વફાદારીથી
આમ જતાં ન રહેવું જોઈએ!


4 Comments
June 27, 2009 at 4:20 am
Enjoyed again here this wonderful poem!
Sudhir Patel.
June 28, 2009 at 12:18 am
હા શ્રધ્ધા,
હું રોજ તારી આ ડાયરીને
ફૉલૉ કરું છું
પણ
તારે મારી સાથે
બેવફાઈ કરી
કેન્સર સાથે વફાદારીથી
આમ જતાં ન રહેવું જોઈએ!
The last lines so touching ….Words flow easily from Yamini…and I always like her Rachana !
June 28, 2009 at 11:54 am
Very touching.
June 29, 2009 at 12:18 pm
saras……
it’s a Nari hridaya …
a care taker , a home maker !!