July 1, 2009...12:06 am

યાચું : હવે આવોને , ઘનશ્યામ !

Jump to Comments

યાચું : હવે આવોને , ઘનશ્યામ !

આવોને ઘનશ્યામ ! ઉરમાં આવોને , મારા રામ !

 

નેણલે ઝાઝાં નીર ભર્યાં , પણ હૈયું સાવ રે સૂ કું ;

મનવીણા સો સો સૂર સજે , તો યે આતમબીન બસૂ રું .

અંતરની કો લહરલયે , મન !

રટજો શ્રી ભગવાન … ઉરમાં આવોને , મારા રામ !

તન, મન, ઉરે મારાં, નાથ ! નીતરજો આતમરસની રેલી ;

મનમંદિરને રુક્ષ ઝરૂખે વરસો પ્રેમલ હેલી ;

                                                  રામનામ રંગે રંગાજો

અંતર આ , અભિરામ !… ઉરમાં આવોને , મારા રામ !,

2 Comments

  • મનમંદિરને રુક્ષ ઝરૂખે વરસો પ્રેમલ હેલી
    Nice Poem to the Divine !

  • સુરેશ જાની

    બહુ જ ભાવ વાહી રચના .

    મુજ નિર્બળના બળ રામ! મને સબળ કરો હે રામ!
    મારા દેવ પધારો રામ! મારા મિત્ર પધારો રામ!
    મારા ઘટ ઘટના હે રામ! મારા કણકણના હે રામ !
    મારી ક્ષણ ક્ષણના હે રામ! મારા જુગ જુગના હે રામ!

    મારા રામ, હે રામ! મારા રામ! હે રામ!
    અહીં ઓરા આવો રામ! મને અલગ ન રાખો રામ !
    તવ ઉર સમાવો રામ, મને સ્વીકારો હે રામ!
    હે રામ ! હે રામ ! હે રામ! હે રામ!

    આખું ભજન ..

    http://kaavyasoor.wordpress.com/2007/04/01/he_ram/


Leave a Reply