July 4, 2009...1:00 am

મા- યામિની ગૌરાંગ વ્યાસ

Jump to Comments

 

 

 

‘મા’

એક મહાન કવિની

હસ્ત લિખિત દળદાર ડાયરી

વાંચવાનું સદ ભાગ્ય સાંપડ્યું,

આ હા હા હા…કદાચ એમણે

કૉઈ વિષય,કોઈ અનુભૂતિને

કાવ્યમાં ઢાળવાનું,

બાકી નહોતું રાખ્યું…

પાનાં ફેરવતાં ફેરવતાં

એક મૃદુ પાને નજર અટકી,

 શીર્ષક હતું ‘મા’

 પછી તો પરમ આશ્ચર્ય

 ને અટકળો!!!

શીર્ષક નીચેનું પાનું

સાવ ખાલી ખમ્મ…!!!

“શું કવિને ‘મા’માટે

કોઈ કવિતા સ્ફૂરી જ

નહીં હોય…!!!”

“ના દિકરા એવું નથી,

હું જ્યારે જ્યારે મારી

‘મા’વિષે કાવ્ય લખતો

ત્યારે ત્યારે મારાં આંસુંથી

શાહી ભૂંસાઈ જતી…”

 

4 Comments

  • કોરું પાનું આપણને ચાંગદેવ અને જ્ઞાનદેવ વચ્ચેના સંવાદને યાદ કરવી દે છે ! ચાંગદેવે કોરું મુકેલું પાનું અને માતા વીષે લખતાં કોરું રહી જતું પાનું સાવ નોખી બાબત છે, સાવ સામા છેડાની !

    આંસુને કારણે શા માટે ? મા વીષે લખતાં કલમ જ અટકી જાય અને પછી જે વહી નીકળે તે બીટવીન ધ લાઈન્સ પ્રમાણે ખાલી જગ્યામાં કે ખાલી જગ્યાથી જ માણી શકાય એવું હોય છે !!

    માતાને સરસ અંજલી.

  • Very nice poem! An innovative and effective way of expressing the feelings on ‘Maa’!
    Sudhir Patel.

  • Very true.One word “ma’ is more than all words of world dictionary….

  • સુરેશ જાની

    મને એમ યાદ આવે છે કે, બહેનની ચોપડીમાં આ વાંચ્યું હતું ..

    અને બહુ જ ગમ્યું હતું . મારી મા યાદ આવી ગઈ. પણ અમે એમને બહેન કહેતાં હતાં.


Leave a Reply