July 6, 2009...12:21 am

હે મુજ ખેવનહાર!

Jump to Comments

સીયારામ બિના કો નવ તારણહાર;

રાધેશ્યામ બિના  દુજો ના આધાર ;

અભિરામ  બિના કૌન કરે ભવપાર ?

 

રામ નામ બસ એક સહારો ,

શ્યામ બિના  કો અન્ય ન આરો ;

રામનામની સુભગ સરિ શિર

વરસો અનરાધાર .

હે મુજ જીવનસાર ! તુજ   બિન

જીવન આ અંધાર . …અભિરામ  બિના  ..

 

તુજ નામે અંતર આ બહેકો ,

તુજ ધામે મુજ આતમ ગહેકો ;

રામનામને તારે તારે

રણકો જીવનબીન ઝંકાર .

હે મુજ જીવનાધાર ! તુજ બિન

અન્ય ન હો ભણકાર. .. રાધેશ્યામ બિના  …

 

આશ એક : મુજ મનડું મહેકો ,

તુજ ધ્યાને ઉર-અંબર ઝળકો ,

અવિરત સ્મરણ દિલે નિત લહેકો ,

મન-અંતર નિત રામ – શ્યામ હો  .

                        હે મુજ ખેવનહાર! તુ જ બિન

અન્ય ન હો પતવાર ! .. સીયારામ બિના …

Leave a Reply