ગોરમા આવ્યા ફરી
ગોરમા ગોરમા ગોરમા ગોરમા
વાદળ બોલ્યાં,છાંટા લાવ્યા
ગોરમા આવ્યા ફરી
ચણિયા ચોળી પહેરી ગોરમાં હું તો બની પરી
આવી તારે દ્વાર રે ગોરમા લઈને મનની વાતો
નાના નાના દિલમાં આજે ઉગતા કૈં પ્રભાતો
ઊગતો સૂરજ રંગ જો ઢોળે ખોબો દઉં હું ધરી
ચણિયા ચોળી પહેરી ગોરમાં હું તો બની પરી
ગોરમા ગોરમા ગોરમા ગોરમા
નાના નાના હાથ છે એમાં નાની નાની છાબો
હાથમાં મૂકી મહેંદી એની ઝીણી ઝીણી ભાતો
આ જ ઓવારણા લેને માડી કોઈની નજરુ ઠરી
ચણિયા ચોળી પહેરી ગોરમા હું તો બની પરી
ગોરમા ગોરમા ગોરમા ગોરમા
યામિની ગૌરાંગ વ્યાસ
1 Comment
July 20, 2009 at 2:14 pm
મારી બેનોને ફુલ ડીશ ભરીને સુકો મેવો મળતો અને અમને એક બે દાણા જ .. એની ઈર્ષ્યા થતી હતી, તે યાદ આવ્યું !!!
નવા જમાનામાં ગોરબાપાને પુજવા જોઈએ – સારી વહુ મેળવવા !!