July 11, 2009

હૈયાનો આલેખ–રવિન્દ્રનાથ ટાગોર

હાથમાં હાથ અને નજરમાં નજરનું પરોવાવું-
આમ આરંભાય છે આપણાં હૈયાનો આલેખ.
માર્ચની ચાંદની રાત છે . મહેંદીની મધુર સૌરંભ વાતાવરણમાં વ્યાપી છે.
મારી વાંસળી ઉપક્ષિત અવસ્થામાં ભોંય પર પડી છે
અને તારો પુષ્પહાર ગૂંથાયો નથી.
ગીત સમો સરલ છે આ તારો પ્રેમ.
તારો કેસરિયો ઘૂંઘટ મારી આંખોમાં કેફ ભરે છે.
તેં મારા માટે ગૂંથેલો જૂઈનો હાર હૃદયને સ્તુતિની પેઠે રોમાંચિત કરે [...]