હું કોણ છું ?- ચંદ્રકાંત શેઠ
આપણે મળીએ, પછીથી જાણશો, હું કોણ છું;
આપ મારામાં રહો તો જાણશો, હું કોણ છું.
એક બીજામાં ખૂલીશું આપણે ફૂલની રીતે;
એક જાગેલા સૂરજથી જાણશો, હું કોણ છું.
વિસ્તરીશું આપણે જ્યારે લીલાંછમ થઈ ઉરે;
એક ઝરમર મેહુલાથી જાણશો, હું કોણ છું.
એક તારો જોઈને જ્યારે ચડીશું વ્યોમમાં,
અતલ એક ઊંડાણથી ત્યાં જાણશો,હું કોણ છું.
આપણે મોજાં ઉપર જ્યારે [...]