સૂરજ બા
પીઠી જોઈએ કે
ગંગાજળ
સૂરજમાને ત્યાં
મળી જ રહે
વસાણું કે
અથાણું
સલાહ તો સૂરજબાની જ
પ્રસૂતિ હોય કે
શરદી-ખાંસી
સારવાર તો સૂરજબાની જ
આવી તો કાંઈ કેટલીય
નાનીમોટી વાત…
હું પરણીને અમૅરિકા ગઈ ત્યાં
યાદ આવતી
પડૉશી સૂરજબા અમારા
ટીચર,ડૉકટર,એડવૉકેટ
કાઉન્સેલર,ડાયેટીશિયન,
ઈન્ટીરિયર ડૅકૉરેટર,એસ્ટ્રોલોજર
અને વોટ નૉટ હતા…
એમની રોજ વાત કરું છું પણ
અમેરિકા બોર્ન મારા દિકરા
દીકરી
ક્યાંથી સમજી શકશે
કે પડોશણ તે કયું સગપણ ?