July 23, 2009

આભની વીજે, તું સળગી જઇને…રવિન્દ્રનાથ ટાગોર

એકલો જાને રે -રવિન્દ્રનાથ ટાગોર
અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ
 

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …
જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – [...]