અવગુણભર મારું ચિત્ત ક્યાં ક્લેશવાળું,
પરમગુણ ભરેલી, શક્તિ ક્યાં દિવ્ય તારી !
ચકિત થાઉં વિચારી, ભીતિવાળો બનું છું,
પદ મહીં પણ ગીત ભક્તિભાવે ધરુ છું ॥
અવગુણભર મારું ચિત્ત ક્યાં ક્લેશવાળું,
પરમગુણ ભરેલી, શક્તિ ક્યાં દિવ્ય તારી !
ચકિત થાઉં વિચારી, ભીતિવાળો બનું છું,
પદ મહીં પણ ગીત ભક્તિભાવે ધરુ છું ॥
જગત રચતા બ્રહ્માને, હું નમું રાજસ રૂપ જે,
નમું જગતના કર્તા, રૂદ્ર બન્યા તામસ રૂપ તે,
સુખ જગતને દેતા, વિષ્ણુ નમું સત્વ સ્વરૂપને ;
ગુણાતીત સ્વરૂપ તેજોમય સદાશિવને નમું ॥
Sorry ક્ષમા
ક્ષમા અને સજા
આમ તો બંને જોડિયાં બેનો
બંનેને એકબીજા વગર ન ચાલે
છતા સિક્કાની બે બાજુ જેવી
એક બીજાને દેખે કે ન સ્પર્શે
બંનેની રહેણીકરણી સાવ જ અલગ
ક્ષમા વસે ઉદારના દિલમાં
સજા વસે નિષ્ઠુરના દિલમાં
ક્ષમા એવી કે જલદી કોઈ પસંદ ન કરે
સજા પર તરત જ પસંદગીનો કળશ ઢોળે.
ક્ષમાને આપનારા ખરેખર મહાન હોય છે.
તો સજા આપનારા કેવા કહી શકાય ?
ન્યાયી?
હા, કદાચ [...]
તું છે સૂર્ય ચંદ્ર, પવન જલ ને અગ્નિ પણ તું,
તું પૃથ્વી ને આત્મા, ગગન પણ તું છે પ્રભુ, ખરે ;
ધરે તારે માટે પરિમિત અભિપ્રાય બુધ આ,
અમે ના જાણીએ નવ છે તત્વ પ્રભુ હે ! ॥
તને દર્શાવે છે, પૃથકરૂપમાં ઓમ્ ! ‘અઉમ’ માં,
બતાવે વેદોને, સ્થિતિ જગત ને દેવ ત્રણ ને;
અને આખો શબ્દ મધુર ધ્વનિમાં વ્યક્ત કરતો,
તહારા [...]
લગાવીને ભસ્મ સ્મરહર સ્મશાને તું રમતો,
ઘણાં ભૂતો સાથે, મૃત શિર તણી માળ કરતો;
નથી કૈં તારામાં મધુર પ્રિય કૈં મંગલ ખરે,
સ્મરે જે તેનું તું, પણ પ્રભુ સદા મંગલ કરે ॥
રહી શાસ્ત્રાજ્ઞામાં નિશદિન કરે સાધન મુનિ,
લભે છે આત્મા ને શ્વસન વિધિમાં મક્કમ રહી;
રડે ને આનંદે, અમૃત સુખમાં મસ્ત બનતાં
મળ્યાથી જે સત્ય પરમ, પ્રભુ તે સત્ય તું જ [...]
બનેલો તું જ્યારે ધનુ લઈ શિકારી વન મહીં
ઘવાયેલા બ્રહ્મા તુંજ શર થકી ત્યાં બહુ ડર્યા;
હજીયે બ્રહ્માનો ભય નવ ગયો છે પ્રભુ ખરે,
ગયા છે જો કે એ ગગન મહીં ભીતિભર ઉડી ॥
હતો બાળ્યો કામ, તૃણસમ ગણી તેં ક્ષણ મહીં,
છતાંયે દેવી જો નિજ રૂપ તણો ગર્વ કરતી,
તપે પામી સ્થાન, તન મહીં તેથી જ સમજતી
તને મુગ્ધ તો તો યુવતી [...]
હતો યજ્ઞકર્તા જગતપતિ જ્યાં દક્ષ સરખો,–
ગુરૂ યોગી સર્વે, સુરગણ હતાં સભ્ય સઘળાં;
કર્યો તેવો યજ્ઞ, તરત જ તમે નષ્ટ પ્રભુ, હા,
ન હોયે શ્રધ્ધા તો, દુઃખદ બનતા યજ્ઞ સઘળાં
હજારો પદ્મોથી હરિ-હર તને રોજ પૂજતા,
ખૂટ્યું એક પદ્મ ધર્યું તરત ત્યાં લોચન કદા;
થતાં ભક્તિ ગાઢી તરત પ્રકટ્યું તારૂં રૂપ ત્યાં
પ્રભો ! તું રક્ષે છે ત્રિભુવન રહી જાગ્રત સદા ॥
રથી બ્રહ્મા, પૃથ્વી રથ, ધનુષને મેરૂનું કરી,
લઈ વિષ્ણુ બાણ, સૂરજ શશી બે ચક્ર રથનાં;
કર્યો શાને ડોળ, ત્રણ નગરને ભસ્મ કરવા ?
કરી લીલા તેં તો, પર પર નથી નિર્ભર પ્રભુ ॥
નદી વ્હે આકાશે, મધુર દીસતાં તારકગ્રહે,
તરંગો જેના તે, તુજ શિર દીસે બિંદુ સરખી;
બન્યા છે તેથી આ જગત પર તો બેટ જલના,
જણાયે છે આથી તુજ તન શું દૈવી પ્રભુ અહા! ॥