જનકપુર શ્રીરામ પધાર્યા
વિશ્વામિત્ર મુનિની સાથ
શિવ ધનુષ, તોડી શ્રીરામે
કંઈ રાજવીને કર્યા મહાત
Entries from September 2009
September 30, 2009
શિવ ધનુષ, તોડી શ્રીરામે
September 29, 2009
અહલ્યાનો થયો ઉદ્ધાર
ગૌતમ મુનિને, આશ્રમ આવ્યા
શ્રીરામ લક્ષ્મણ, બન્ને ભ્રાત,
શ્રી રામના ચરણની રજથી
અહલ્યાનો થયો ઉદ્ધાર
September 28, 2009
તાડકાનો કર્યો સંહાર,
શરસંધાણ કરી શ્રીરામે
તાડકાનો કર્યો સંહાર,
માર્યા મારિચ, અને સુબાહુ
લક્ષ્મણે પણ કર્યા પ્રહાર
September 27, 2009
ઋષિ યજ્ઞોના રક્ષણ કાજે
ચાર કુમારો, મોટા થયા છે
અસ્ત્ર શસ્ત્રમાં થયા પ્રવિણ,
ઋષિ યજ્ઞોના રક્ષણ કાજે
રાક્ષશોને કર્યા છિન્ન ભિન્ન
September 26, 2009
બર્થ ડે ગિફટ-યામિની ગૌરાંગ વ્યાસ
બર્થ ડે ગિફટ
બર્થ ડે પર
મમ્મી-ડેડી
વચ્ચે સ્પર્ધા હતી,
કોણ ગુડ્ડુની પસંદગીની
યુનિક ગિફ્ટ સૌથી પહેલા આપે!
ડેડીએ બીઝનેસ પરથી
અને મમ્મીએ ક્લબમાંથી
ખાનગી રીતે ફૉન કરી પૂછી જોયું.,
ગુડ્ડૂએ કહ્યું,
‘મેં મારી ફેવરીટ ગિફ્ટના
નામો લખી બે કવર બંધ કર્યા છે’
બન્નેએ ઝડપથી ઘરે પહોંચી
કવર ખોલ્યા…
એક બીજા સામે જોતા રહી
ગયા
બન્નેના ગિફ્ટનું નામ સરખું જ હતું
‘તમારો સમય’
યામિની ગૌરાંગ વ્યાસ
September 25, 2009
શહનાઈના સૂરો ઉઠ્યાને
આશોયાણીના તોરણ બંધાયા
મેવા મીઠાઈઓ વહેંચાઈ
શહનાઈના સૂરો ઉઠ્યાને
દાન દક્ષિણાઓ દેવાઈ
September 24, 2009
આનંદ, અવધમાં છાયો
ચૈત્ર સુદી, નોમને દિવસે
ચાર પુત્રનો જન્મ થયો
આનંદ આનંદ, અવધમાં છાયો
દશરથને ઘેર પુત્ર ભયો
September 23, 2009
બે ભાગ, સુમિત્રાના-એક કૌશલ્યા, એક કૈકેયી
ચાર ભાગ, કરિયા દશરથે
રાણીઓને વહેંચી ક્ષીર
બે ભાગ, સુમિત્રાના
એક કૌશલ્યા, એક કૈકેયી
King Dasharatha Distributes Payasam to His Three Wives
September 22, 2009
અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે
માંગ માંગ, માંગે તે આપુ
યજ્ઞ પુરુષ દશરથને કહે,
આ ક્ષીર ખવડાવો, રાણીઓને
અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે
September 21, 2009
સોંદર્ય ટિપ્સ
[6] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.
[7] જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.
[8] ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.
[9] [...]