September 26, 2009...1:11 am

બર્થ ડે ગિફટ-યામિની ગૌરાંગ વ્યાસ

Jump to Comments

બર્થ ડે ગિફટ

બર્થ ડે પર
મમ્મી-ડેડી
વચ્ચે સ્પર્ધા હતી,
કોણ ગુડ્ડુની પસંદગીની
યુનિક ગિફ્ટ સૌથી પહેલા આપે!
ડેડીએ બીઝનેસ પરથી
અને મમ્મીએ ક્લબમાંથી
ખાનગી રીતે ફૉન કરી પૂછી જોયું.,
ગુડ્ડૂએ કહ્યું,
‘મેં મારી ફેવરીટ ગિફ્ટના
નામો લખી બે કવર બંધ કર્યા છે’
બન્નેએ ઝડપથી ઘરે પહોંચી
કવર ખોલ્યા…
એક બીજા સામે જોતા રહી
ગયા
બન્નેના ગિફ્ટનું નામ સરખું જ હતું


‘તમારો સમય’


યામિની ગૌરાંગ વ્યાસ

3 Comments


Leave a Reply