તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા !

ભણકારા વાગે ;  હો જી રે મને ભણકારા
વાગે !
આતમનો મારો દીવડો ફરુકે ,
અંતરે ઓજસ રાજે રે ! … જી રે મને …

કાયા તણી મારી કાંતિ વિરામી ,
ઊમટી અંતરીએ શી આંધી જી ;
મનમંદિરિયું સાવ રે સૂનું ,
હૈયું તો યે હામ ન હારે રે! … જી રે મને …

ડગુમગુ પગે પેલો પંથ ખૂટે ના ,
આંખ્યું અંધારે રે ઘેરાણી જી ,
ગાત્ર ગળે, હૈડે હાંફ ન માયે ,
વાધું છાને કોક અણસારે રે ! … જી રે મને …

તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા !
અલખની જ્યોત ઝગાવો જી ,
હાર-જીતે કૂળી સમતા હું ધારું ,
તપું તુજ સૌમ્ય સહારે રે ! … જી રે મને …

1 Comment

Filed under Uncategorized

One Response to તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા !

  1. Pingback: » તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા ! » GujaratiLinks.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s