ઉર એક નામ : જય શ્રી અભિરામ!

અભિરામ હજો મુજ
જીવનસાર ;
અભિરામ રહો જીવન આધાર ;
મુજ રોમ-રોમ રટજો  અભિરામ;
મુજ અંગે અંગ તપો,અભિરામ!
અભિરામ જીવનનું ગુંજન હો ,
અભિરામ જીવન અવલંબન હો ,
નિ:સાર સર્વ બિન શ્રીઅભિરામ;
સંસાર-સાર એક જ   અભિરામ.
હો અમૃતતત્વ અજરઅભિરામ,
મૃત્યુંજય મંત્ર અમરઅભિરામ,
મમ હો દુઃખભંજન,શ્રી અભિરામ !
બસ હો મનરંજન શ્રીઅભિરામ!
મુજ મોહથકી રંજિત લોચનનું
હો નેત્રાંજન શ્રીઅભિરામ;
આ માયાઘેર્યાં અંતરતમનું
હો ઉર-મર્દન શ્રીઅભિરામ.

મુજ મનમંદિરમાં નિત્ય નિવસજો,
મધુર મંત્ર જય શ્રી અભિરામ!
મુજ જીવનતત્વ બની ઉર તપજો ,
અમર સંત જય શ્રી  અભિરામ!

નિરવ રવે રટજો રજની-દિન
એક મંત્ર ઉર,શ્રી  અભિરામ!
બસ એક કામ , મમ એક ધામ ,
ઉર એક નામ :  જય શ્રી  અભિરામ!

1 Comment

Filed under Uncategorized

One Response to ઉર એક નામ : જય શ્રી અભિરામ!

  1. Pingback: » ઉર એક નામ : જય શ્રી અભિરામ! » GujaratiLinks.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s