ઝખ઼્મકે ભરને તલક, નાખ઼ુન ન બઢ઼ જાવેંગે ક્યા?

Here is a very entertaining YouTube video link. Popular singer Rahat Fateh Ali sings three Ghazals of Ghalib

in Qawwali style in an elite gathering.

Please click the following link and enjoy.

……………………………………………………………………………………………………………………………….

આ ગ઼ાલિબ ની  ગ઼ઝલ નો શેર

દોસ્ત ગ઼મખ઼્વારી મેં  મેરી, સઈ ફ઼રમાવેંગે  ક્યા?

ઝખ઼્મકે ભરને તલક, નાખ઼ુન ન બઢ઼ જાવેંગે ક્યા?

ગ઼મખ઼્વારી=ઇલાજ, સારવાર,  દિલાસો     સઈ=કોશિશ    નાખ઼ુન=નખ

અર્થઃ ગ઼ાલિબ ઇશ્ક઼ ના જખ્મો થી ચૂર ચૂર છે. ગ઼ાલિબ ના મિત્રો ગ઼ાલિબ ના જખ્મો ની માલમપટી ને સારવાર કરવા આવ્યા છે. તેઓ જુએ છે કે ગ઼ાલિબ જખ્મોને પોતાના વધેલા નખ વડે કોરી ઉંડા કરી નાખે છે તેથી જખ્મો ભરાતા નથી, તાજા રહે છે. તે અટકાવવા માટે, દોસ્તો ગ઼ાલિબના નખ ને કતરી નાખે છે જેથી કે તે કોરી ન શકે. ગ઼ાલિબ પોતાના મિત્રોને સંબોધી કહે છે મારા મિત્રો તમારી આ તજવીજ અને કોશિશ કામયાબ નહી થાય.કારણકે જ્યાં સુધી મારા ઘા ભરાસે એટલા વખત માં તો મારા નખ પાછા વધી જશે. હું મારા ઘા ફરી કોરી નાખીશ!

શેર ની ખુબીઓઃ ગા઼લિબ આ શેર મા પોતાના પીડા પ્રત્યે ના પ્રેમ નો પુરાવો દાખવે છે.

ગ઼ાલિબ જેવા સાચા પે્રમી એમ ઇચ્છે છે કે તેમના પ્રેમ ના ઘા હંમેશાં તાજા રહે, રુઝાઇ નહી

બેનિયાઝી હદ સે ગુઝરી, બંદાપરવર! કબ તલક

હમ કહેંગે હાલે દિલ, ઓર આપ ફરમાવેંગે ક્યા?

બેનિયાઝી=દુર્લક્ષ,બેદરકારી  હદ સે ગુઝરી=હદ કે સિમા પાર કરી ગઇ  બંદાપરવર=મારા પાલણહાર, મારા સાહેબ ક્યા?= શું કહયું? જ્રા ફરી થી કહો

અર્થઃ ગ઼ાલિબ પોતાની પ્રેયસી ને પોતાના દિલ ની કહાણી સંભલાવી રહયો છે. પરંતુ ગ઼ાલિબ તરફ પે્રયસી નુ ધ્યાન નથી તે પોતાના શણગારમાં વિલીન કે ખોવાયેલી છે. તેથી તે ઘડીઘડી પુછયા કરે છેે કે શંુ કહયું, ફરીથી કહે આ દુર્લક્ષ થી અકળાઇ ને  ગ઼ાલિબ પોતાની પે્રયસી ને કહે છે  મારા સાહેબ હવે તમારી બેદરકારી ને દુર્લક્ષ હદ પાર કરી ગયા છે. ક્યાં સુધી આ સિલસિલો કાયમ રહેશે કે હુ આપને પોતાના મન ની ગાથા સંભળાવતો રહીશ અને આપ ફરમાવતા રહેશો  શુંકહયું, ફરીથી કહે.

શેર ની  ખુબીઓઃ શેર ના શબ્દો ને રચના કમાલ છે. આપણે લાગે કે ગ઼ાલિબ પ્રેયસી સાથે વાત કરી રહયો છે આપણે તે નિહાળી રહયા છીએ.

હઝરતે નાસેહ ગર આવેં, દિદા ઓ દિલ ફર્શે રાહ

કોઇ મુઝ કો યેહ તો સમજા઼દો, કે સમજા઼વેંગે ક્યા?

હઝરત=મહાશય, શ્રીમાન     નાસેહ=ઉપદેશક    હઝરતે નાસેહે=શ્રીમાન ઉપદેશક,    દિદા= આંખો  ફર્શ=ફરશ

દિદા ઓ દિલ ફર્શે રાહ=મારી આંખો અને દિલ ને શ્રીમાન ઉપદેશક ના રસ્તા નુ ફ્રરશ બનાવી દઇશ

અર્થઃ સાથે બેઠેલા મિત્રોએ ગ઼ાલિબ ને કહયું કે શ્રીમાન ઉપદેશક પધારવાના છે. ગાલિબે જવાબ આપ્યો કે તેઓ ભલે પધારે; મારી આંખો અને દિલ તેમના રસ્તા નુ ફરશ છે. હં તેમનુ પુરજોશ સ્વાગત કરીશ. પરંતુ ખુદાના માટે કોઇ મને એટલુ તો સમજાવો કે તેઓ શં સમજાવશે. અર્થાત મારા પ્રેમ ની લગન એટલી તેજ છે કે તેને તેમનો ઉપદેશ અને નસિયત મંદ નહી કરી શકે. ખરેખર પ્રેમ ના મામલા માં હું લાચાર ને નિરુપાય છું.તેમનો ઉપદેશ નિષ્ફળ રહેશે.

ગાલિબ નિષ્ણંત ના અભિપ્રાયઃ

બેખુદ નો અભિપ્રાયઃ

ગ઼લિબે ટીંગળ કરવા માટે પહેલી પંક્તિ માં ઉપદેશક મહાશય ને ભાવભીનો આવકાર આપ્યો છેે

જ્યારે બીજી પંક્તિ માં ઉપદેશક ની અકલ પર તે નફરત ને ધિક્કાર દાખવે છે.

Leave a Comment

Filed under Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s