અરવિંદ કેજરીવાલને નોટિસ આપી કે બે વર્ષનો ચાલુ પગાર ૩.૨૫ લાખ રૂપિયા હવે વ્યાજ સાથે પાછા દઇ દેશો. કેજરીવાલ કહે છે કે સરકારને આ બધું આટલા વર્ષે કેમ યાદ આવ્યું? આમ માત્ર ઘાયલ કરવાના આશયથી ભૂતકાળને ધાર કાઢીને પાછા મોકલવાનાં કૃત્યને વિચ-હન્ટ કહેવાય.
જેમ ક્રિકેટમાં બેટ્સમેનને આઉટ ન કરી શકો તો સ્ટમ્પ પર દડો નાખવાની જગ્યાએ બોડીલાઇન બોલિંગ કરીને એને ઘાયલ કરવાનો કારસો. જો કે વિચ-હન્ટનો ઉપયોગ રાજકારણી અને આંદોલનકારી પૂરતો સીમિત નથી. બે વ્યક્તિના સંબંધોને દર્શાવવા પણ એનો ઉપયોગ થાય. કોઇ કારણવશ કે સાવ અકારણ, પોતાના મિત્ર કે સહકાર્યકરને નીચો દેખાડવાના ગણતરીપૂર્વકના પ્રયત્નોને પણ વિચ-હન્ટ કહેવાય.
અનશન સામે ઝૂકેલી સરકાર હવે ટીમ અણ્ણાના સભ્યો પાછળ આદું ખાઇને પડી છે. શાંતિભૂષણ-મુલાયમ સીડી પ્રકરણ ઉછાળવું, કિરણ બેદી સામે સંસદ તિરસ્કારની નોટિસ અને પછી અરવિંદ કેજરીવાલને ૯.૨૭ લાખ રૂપિયા ભરવાની નોટિસ. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના આઇઆરએસ-ઓફિસર તરીકે કેજરીવાલ વર્ષ ૨૦૦૦માં બે વર્ષની ઓનડ્યૂટી સ્ટડીલીવની મંજુરી વેળાએ ખાતરી આપી હતી કે પરત આવ્યેથી તેઓ લઘુત્તમ ત્રણ વર્ષ તો સરકારી સેવા કરશે જ. પણ તેમણે રાજીનામું ધર્યું અને આઇએસી-ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન સ્થાપ્યું. સરકાર કહે છે કે આ તો શરતભંગ.
નોટિસ આપી કે બે વર્ષનો ચાલુ પગાર ૩.૨૫ લાખ રૂપિયા હવે વ્યાજ સાથે પાછા દઇ દેશો. કેજરીવાલ કહે છે કે સરકારને આ બધું આટલા વર્ષે કેમ યાદ આવ્યું? આમ માત્ર ઘાયલ કરવાના આશયથી ભૂતકાળને ધાર કાઢીને પાછા મોકલવાનાં કૃત્યને વિચ-હન્ટ કહેવાય. હરિયાણામાં કેજરીવાલનાં સગાંવહાલાંનેય ઇન્કમટેક્સ ખાતું હેરાન કરે છે તેવા આક્ષેપ સાથે ટીમ અણ્ણા વિચ-હન્ટનો વિરોધ કરે છે. વિરોધ પક્ષે પણ ટીવી ઇન્ટરવ્યૂમાં વિચ-હન્ટ શબ્દનો પુનરોચ્ચાર કરતાં કહ્યું કે સરકાર કિન્નાખોરીનું રાજકારણ બંધ કરે. આ વિચ-હન્ટનો મૂળ અર્થ શું છે?
વિચ એટલે ચુડેલ, ડાકણ, પોલા વાંસાની અવળપગી ભૂતડી જેના શરીર પર ત્રીજી સ્તન ડીંટી, તલ, ડાઘ કે લાલ નિશાન હોય. વિચ-હન્ટ એટલે જાદૂ ટોણા કરતી અથવા તો મંત્રતંત્રથી વશીકરણ કરતી ચુડેલ જેવી સ્ત્રીને શોધી કાઢી એની પજવણી કરવી, એના પર જુલ્મોસિતમ ગુજારવો, એટલે સુધી કે વળગણ દૂર કરવા ચુડેલ મનાતી સ્ત્રીને જાહેરમાં ઝાડ પર લટકાવીને કે જીવતી સળગાવીને મારી નખાતી. પંદરમી સદીથી અઢારમી સદી વચ્ચે વિચ- હન્ટ હેઠળ લાખેક લોકોને મારી નખાયા. પણ પછી યુરોપ અને અમેરિકામાં વિચ-હન્ટ સામે કાયદા બન્યા અને અમાનુષી અત્યાચાર બંધ થયો. ભારતમાં પણ ઝારખંડ અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં જમીન હડપ કરવા અથવા તો બદલો લેવા કે જાતીય સતામણીને વશ ન થવાના કારણોસર સ્ત્રીઓને ડાકણ ગણાવીને મારી નખાતી.
વર્ષ ૧૯૩૦થી વિચ-હન્ટનો અર્થ બદલાયો. અમેરિકામાં સામ્યવાદી વિચારસરણી ધરાવતા થોડા લોકો પર કોઇ પણ જાતના પુરાવા વિના દેશદ્રોહનો આરોપ મૂકવાનો દૌર શરૂ થયો. વર્ષ ૧૯૪૦-૫૦ના દસકામાં ચીનમાં માઓ અને રશિયામાં સ્ટાલિન જેવા સામ્યવાદી નેતાઓની વધતી તાકાતથી બીધેલા મૂડીવાદી અમેરિકનોએ રિપબ્લિકન સેનેટર મેકકાર્થીની આગેવાની નીચે, હાઉસ ઓફ અન-અમેરિકન એક્ટિવિટઝિ કમિટીના નેજા હેઠળ સામ્યવાદી વિચારસરણી ધરાવતી શૈક્ષણિક સંસ્થા, ટ્રેડ યુનિયન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને વિચ-હન્ટ કરવાનું શરૂ કર્યું.
આ હેરાનગતિ એટલી બધી હતી કે ચાર્લી ચેપ્લિન જેવા ઉત્તમ કોટિના ફિલ્મસર્જકે ૧૯૫૨માં અમેરિકા હંમેશ માટે છોડી સ્વિત્ઝર્લેન્ડમાં સ્થાયી થવું પડ્યું. કારણ માત્ર એટલું જ હતું કે ચાર્લી ચેપ્લિનની ફિલ્મનું ટ્રેડમાર્ક- ધ ટ્રેમ્પ એટલે કે રખડુ માણસના પાત્ર, સામાન્ય અમેરિકન પ્રજામાં સામ્યવાદી અસર ફેલાવી રહ્યાનું મનાતું હતું. આમ રાજકીય વિચારધારાના વિરોધી પર ખોટા દોષારોપણ કરીને તપાસના ઓઠા હેઠળ હેરાન કરવાના બેબાકળા પ્રયત્નોને વિચ-હન્ટ નામ અપાયું. આ તો રાજકારણનો અખાડૉ.
એમાં વળી નિયમ થોડા હોય? વિરોધીને ઊગતા ન ડામો તો એ તમને વેતરી નાખે. એટલે એની નબળી કડી શોધીને એને ઊંધો પાડી દેવો, એને વિચ-હન્ટ કહેવાય. જેમ ક્રિકેટમાં બેટ્સમેનને આઉટ ન કરી શકો તો સ્ટમ્પ પર દડો નાખવાની જગ્યાએ બોડીલાઇન બોલિંગ કરીને એને ઘાયલ કરવાનો કારસો. જો કે વિચ-હન્ટનો ઉપયોગ રાજકારણી અને આંદોલનકારી પૂરતો સીમિત નથી. બે વ્યક્તિના સંબંધોને દર્શાવવા પણ એનો ઉપયોગ થાય. કોઇ કારણવશ કે સાવ અકારણ, પોતાના મિત્ર કે સહકાર્યકરને નીચો દેખાડવાના ગણતરીપૂર્વકના પ્રયત્નોને પણ વિચ-હન્ટ કહેવાય.
એક થોડા જુદા અર્થમાં એક કે વધારે છોકરીઓને પટાવવાની કોશિશમાં તેઓની પાછળ પડીને હવાતિયાં મારવાની પ્રક્રિયાને પણ વિચ-હન્ટ કહે છે. રાત્રિ દરમિયાન જાહેર મેળાવડા કે તહેવારની ઉજવણી બાદ, એકાંત જગ્યા પર રતિક્રીડામાં મસ્ત પ્રેમીપંખીડાઓને કઢંગી હાલતમાં ઝડપી લઇને, તેઓને હેરાન કરીને ક્રૂર આનંદ મેળવવાની ફિરાકમાં કોઇ તોફાની છોકરાનું ટોળું ગામના ખૂણાખાંચરા ફંફોસતું ફરે તેવા કૃત્યને પણ વિચ-હન્ટ કહેવાય.
વર્ષ ૧૯૮૦માં કેલિફોર્નિયાની કર્ન કાઉન્ટીમાં શેતાની હોમહવનની તાંત્રિક વિધિની આડમાં ૬૦થી પણ વધારે બાળકોની જાતીય સતામણીનાં કહેવાતા કરતૂત બહાર આવ્યા. ૩૬ જેટલા લોકોને જેલની સજા થઇ. પાંચ છોકરાઓની જુબાની હેઠળ જહોન સ્ટોલ નામના ૪૧ વર્ષીય સુથાર પર જાતીય સતામણીનો આરોપ સાબિત થયો. વર્ષો સુધી જેલમાં સડ્યા બાદ ખબર પડી કે પેલા પાંચ છોકરાઓએ વિચ-હન્ટના નામે નર્યા ગપગોળા હાંક્યા હતા.
જેલમાંથી છુટીને સ્ટોલે કાઉન્ટી સામે દાવો માંડી વર્ષ ૨૦૦૯માં પચાસ લાખ ડોલર વળતર પેટે મેળવ્યા. આ ઘટના પરથી ફિલ્મ નિર્માતા અને કલાકાર શા‹ન પેને ‘વિચ-હન્ટ’ ફિલ્મ બનાવી છે. વર્ષ ૧૯૯૩માં જેક હાર્વીની ક્રાઇમ નવલકથા ‘વિચ-હન્ટ’ પ્રસિદ્ધ થઇ. બીબીસી પરથી પણ ‘વિચ-હન્ટ’ નામે ટીવી સિરિયલ રજુ થઇ હતી. વેઇન શોર્ટર નામના અમેરિકન જેઝ મ્યુઝિક કમ્પોઝર દ્વારા ‘સ્પીક નો ઇવિલ’ મ્યુઝિક આલ્બમમાં એક ગીતનું શીર્ષક હતું ‘વિચ-હન્ટ’.
શબદ આરતી: અમેરિકન લેખર આર્થર મીલરના નાટક ‘ક્રુસિબલ’ (૧૯૫૩) સામે સામ્યવાદી વિચારધારા ફેલાવવાનો આરોપ મુકાયો ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે અમે અન-અમેરિકન નથી. આ તો વિચ-હન્ટ છે. ફરક એટલો કે ત્યારે સ્ત્રીઓને સળગાવી દેવાતી, અત્યારે પુસ્તકોને સળગાવી દેવાય છે. ટીમ અણ્ણાને માલૂમ થાય કે વિચ-હન્ટથી વિચારધારા અટકતી નથી.
pareshvyas@pareshvyas.com
શબદ કીર્તન, પરેશ વ્યાસ
આંતરિક યાત્રામાં પણ વિચ-હન્ટ કરવાની હોય છે – એક નહીં છ વિચને !!
હવે સ્કેપગોટ પર શબ્દ વિહાર આવવા દેજો.
સુશ્રીપ્રજ્ઞાબેન,
વિપરિત વિચારધારા કે સ્વાર્થપૂર્ણ નીતિઓનાં ખેલો આપે બ્લોગપોષ્ટમાં વિસ્તૃત રીતે સમજાવ્યા.
લેખકને અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)