બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
ગાયિકા :- ગાર્ગી વોરા
રચના :- -ગની દહીંવાલા
સ્વરાંકન :- ડો. ભરત પટેલ
બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…
સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…
પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.
પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.
પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.
શાતા મેળવવા બળવું પડે. બહુ જ સરસ ભાવ.
આ કશે સાંભળવા મળે ?
Pingback: » દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું. » GujaratiLinks.com