પાનખર વસંતની…/દક્ષા વ્યાસ+સર્વશ્રેષ્ઠ કૃતિ “અંકલ ટોમ્સ કેબિન” વિચારધારાનો વારસો

https://i0.wp.com/i.telegraph.co.uk/multimedia/archive/02357/sheffield-park_2357710k.jpg

વિવેચક અને કવયિત્રી દક્ષા વ્યાસ વ્યારાની કોલેજમાં ગુજરાતીના અધ્યાપિકા છે.

‘ભાવપ્રતિભાવ’ (૧૯૮૧) અને

‘સૌંદર્યદર્શી કવિઓ’ (૧૯૮૪) એમના સંશોધન વિવેચનના ગ્રંથો છે.

‘અલ્પના’ (૨૦૦૦) એમનો કાવ્યસંગ્રહ છે. પ્રસ્તુત રચનામાં

જિંદગી આખી ચાલીને ચાલીને થાકી ગઇ છું
હવે તો ઉભા રહેવું છે
ભૂમિસોંતા જડાઇ જવું છે.
ચાલવામાં મને તો ખબરે ના પડી
કે કયારે વાયરો વાયો
કયારે સૂરજ ઉગ્યો
પાનખર વસંત ની આવનજાવનને એ
કેવું લૂમીઝૂમીને માણ્યા કરે છે
મારેય વર્ષે
વર્ષે મારી વસંત ઉજવવી છે.

હાલની મૌસમ અને અમારી વાત

સૌજન્ય ગુજરાતી કવિતા અને ગઝલ અને ટોની મોરિસનની નવલકથા અંકલ ટોમ્સ કેબિન ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. ૧૯૯૩માં નોબેલ પ્રાઈઝ તથા ૧૯૮૮માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા ૨૫ વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે પસંદ પામી છે.

 યુવાન અમેરિકન મિત્રો આ કૃતિ પર શા માટે વારી ગયા છે? હકીકત એ છે કે અશ્વેતોને થયેલા અમાનવીય અન્યાયને સમજદાર અમેરિકનો ક્યારેય ભૂલી શક્યા નથી. તેથી જ તો દાયકાઓ પછી પણ આવા વિષય પર રચાયેલી કૃતિ સફળ થતી રહે છે. અશ્વેતોના અન્યાયની વાત આવે તો તેમના તારણહાર અબ્રાહમ લિંકનને કેમ ભૂલાય? અમેરિકાના આંગણે ખેલાયેલા એક માત્ર આંતરવિગ્રહ ૧૮૬૧-૧૮૬૫ને કેમ ભૂલાય?

 

સાચું પૂછો તો, તે સમયે ગુલામીપ્રથા વિરુદ્ધ સમાજમાં જનમત જગાવવામાં એક પુસ્તકે મોટો ફાળો આપેલો હતો. હેરિયેટ બીચર સ્ટો(સ્ટોવ) દ્વારા લખાયેલ “અંકલ ટોમ્સ કેબિન”. (Uncle Tom’s Cabin by Harriet Beechar Stowe). હું મારા અમેરિકન મિત્રોને આ પુસ્તક વાંચવા આગ્રહ કરતી રહું છું.

 

આજની પેઢીને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે કે સુસંસ્કૃત દેખાતા અમેરિકામાં દોઢસો વર્ષ પહેલાં આવી જંગાલિયતભરી ગુલામીપ્રથા અસ્તિત્વમાં હતી. (આ જ પ્રથા યુરોપમાં, ખાસ તો ઈંગ્લેંડમાં પણ હતી!!)

 

અઢારમી સદીના ઉદય સાથે, વિવિધ યંત્રોના સહારે અમેરિકા અમાપ વિકાસના પંથે દોડવા લાગ્યું. પરિણામે અસંખ્ય શ્રમિકોની જરૂર ઊભી થઈ. પછાત દેશોની પ્રજા શોષણનો ભોગ બની. યુરોપિયન વેપારીઓ આફ્રિકાના અંધારા ખૂણાઓમાંથી નીગ્રો-હબસીઓને પકડી લાવતા. સાંકળોથી બંધાયેલા હબસીઓના જહાજો અમેરિકાના બંદરે આવતાં. અમેરિકાના શહેરોમાં તે હબસીઓ ગુલામ તરીકે વેચાતા.

 

હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” શરમજનક ગુલામીપ્રથા તેમજ ગુલામોની હ્રદયદ્રાવક દશાનો કરૂણ ચિતાર આપે છે. કથાનો નાયક ટોમ નામનો ખૂબ જ ભલો અને નીતિવાન હબસી છે. તે વેચાતો રહે છે; તેના માલિકો બદલાતા રહે છે. ટોમ કોઈ પણ ફરિયાદ વિના, ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાના ગોરા માલિકોની વફાદારીથી સેવા કરતો જાય છે. અન્ય ગુલામ સાથીઓને મદદ કરતો રહે છે; તેમના દુ:ખમાં હિસ્સો લઈ તેમને હિંમત આપતો રહે છે. આવા નેકદિલ, ફરિશ્તા સમા ટોમનું મૃત્યુ વાચકને હચમચાવી દે છે! રડાવી દે છે!

 

નવલકથાના અન્ય પાત્રોમાં પાકો વેપારી હેલિ છે; દેવદૂત સમા પત્રો સેંટ ક્લેર અને તેમની નાનકડી પુત્રી ઈવા છે, તો શયતાન સમો માલિક લેગ્રી પણ છે. કમનસીબ ગુલામો પ્રૂ, ટોપ્સી અને રોઝા છે. દર્દનાક કથા ગૂંથાતી રહે છે.

 

નવલકથામાં નીગ્રો ગુલામો પરના પાશવી અત્યાચારોનું વર્ણન વાચકને કંપાવી દે છે. ભરબજારે બેડીઓથી જકડાયેલ અર્ધનગ્ન સ્ત્રી-પુરુષો-બાળકો! તેમની કિંમત નક્કી કરવા બેશરમીથી તેમના અંગ-ઉપાંગ તપાસતા ખરીદદારો! ગોરા માલિકો પર ઘૃણા થઈ આવે છે. બજારમાં પતિથી વિખૂટી પડતી હબસી સ્ત્રી અને માતાથી છૂટા પડતાં બાળકોનાં આક્રંદ આપણું કાળજું કંપાવી દે છે. માલિકોને ત્યાં રાત-દિવસ તનતોડ મહેનત કરતા ગુલામોની વ્યથા; તેમાંયે જો જરા સી ચૂક થઈ તો ખુલ્લા દેહ પર પડતા ચાબૂકના સટાકા અને તેમની દર્દનાક ચીસો તમારા કાનમાં દિવસો સુધી ગૂંજ્યા કરે છે.

 

હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” એક ધારાવાહિક તરીકે વોશિંગ્ટનના “નેશનલ એરા” માં પ્રસિદ્ધ થવી શરૂ થઈ ૧૮૫૧ અને પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ. હેરિયેટે લખ્યું છે કે તેને પુસ્તક્ના વેચાણમાંથી કાંઈ નહીં તો, એક સિલ્ક ડ્રેસ ખરીદી શકાશે તેટલી કમાણીની આશા હતી. આવા વિવાદાસ્પદ વિષય પર પુસ્તક ખરીદનારા કેટલા? ચમત્કાર થયો! પ્રથમ વર્ષમાં જ ત્રણ લાખ નકલો વેચાઈ ગઈ! વેચાણ ઉત્તરોત્તર વધતું જ ચાલ્યું. સાથે ગુલામીપ્રથા વિરુદ્ધ જનમત જાગૃત થતો ગયો. ગુલામીના મુદ્દા પર અમેરિકા બે ભાગમાં વહેંચાઈ ગયું; દક્ષિણના રાજ્યોને ગુલામીની પ્રથા ચાલુ રાખવી હતી, ઉત્તરના રાજ્યોને તે જંગલી પ્રથા ખપતી ન હતી. અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન પાસે વિકલ્પ ન હતો. અમેરિકાના ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ થયો (૧૮૬૧-૧૮૬૫). ઉત્તરના હજારો વીર સિપાઈઓએ ઉમદા ધ્યેય કાજે શહાદત વહોરી તે ફળી. ઉત્તરના રાજ્યોની જીત થઈ. ગુલામીપ્રથા નાબૂદ થઈ.

 

કરૂણતા એ કે યુદ્ધસમાપ્તિ ટાંકણે જ લિંકનની હત્યા થઈ!

 

ગુલામીપ્રથાનો અંત આવ્યો. માનવસંસ્કૃતિની રક્ષા થઈ. શ્રેય કોને આપશું?

Uncle Tom’s Cabin [HD] – YouTube

www.youtube.com/watch?v=u5gLVulWa4sMay 15, 2009 – 5 min – Uploaded by caiop2productions
I video that i made for my History class. It talks about one of the most influential book of the Civil War, Uncle

 કે .નરેનભાઇ કહે છે,” પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ હેરિયેટ બિચર સ્ટોવના પુસ્તક “અંકલ ટોમ્સ કેબિન”માંથી પ્રગટેલી વિચારધારાનો લેટેસ્ટ વારસો છે

 

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized

7 responses to “પાનખર વસંતની…/દક્ષા વ્યાસ+સર્વશ્રેષ્ઠ કૃતિ “અંકલ ટોમ્સ કેબિન” વિચારધારાનો વારસો

  1. સુંદર લેખ અને લખાવટ .ઘણું જાણવાનું મળ્યું અશ્વેત પ્રજાની મુશીબતો વિષે,

  2. chandravadan

    ગુલામીપ્રથાનો અંત આવ્યો. માનવસંસ્કૃતિની રક્ષા થઈ. શ્રેય કોને આપશું?
    Pragnajuben,
    One of the most wonderful Post on Nirave Rave !
    “Uncle Tom’s Cabin”is the Classical Book and it gave the “reality” of the Slavery which was a crime against the Humanity. The book told this Story cleverly via the life of “Uncle Tom”. And….President Lincoln abolished the Slavery.
    Who gets the credit for making the Slavery illegal ?
    One can say that the credit goes to President Lincoln….One can say it goes to ALL Congressmen who supported this idea…OR can we say that it goes to “Uncle Tom” the Character of the Book as it was the INSPIRATION to ALL OR can we give the credit to the Author who wrote this great book ?
    I say that the credit is truely belongs to ALL the HUMANITY as the Abolition of the Slavery brought ALL HUMANS as EQUAL on this Earth.

    વિવેચક અને કવયિત્રી દક્ષા વ્યાસ વ્યારાની કોલેજમાં ગુજરાતીના અધ્યાપિકા છે.
    Daxaben Vyas !
    My Vanchan is limited.
    I am happy to know Daxaben and her work & her contributions in the GUJARATI SAHITYA. My Congratulations !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar.

  3. પિંગબેક: અમેરીકન જુસ્સો : ભાગ – 8 : અમેરીકન આંતર વીગ્રહ « ગદ્યસુર

  4. શ્રેય કોને આપશું?
    અમેરિકન જુસ્સો ….

    અમેરીકન જુસ્સો : ભાગ – 8 : અમેરીકન આંતર વીગ્રહ


    ‘અન્કલ ઓમ્સ કેબિન’ વાંચતાં પાને પાને રડ્યો છું.

  5. readsetu

    Pragnaben, aa katha to vanchavi j pade…
    tame khoob upayogi mahitee aapee
    lata

  6. ગોરા લોકોના ગુલામો પ્રત્યેના ક્રુરતા ભર્યા વર્તાવની વાત ઘણી જાણીતી છે ગુલામોનું વેચાણ પણ અરબો મારફત ભારતમાં પણ થતું . આપણા દેશમાં ગુલામ પ્રત્યેનો માનવીય વર્તાવની વાત હું લખું છું .

    મારા જન્મ સ્થળના ગામ દેશીંગા થી નજીકના ગામ સરડીયાના દેવીસિંહ નામના ભાટ દરબારને પોરબંદર બાજુનો એક કુંભાર સાલમીન નામનાં એક બાર તેર વરસના નીગ્રો ગુલામને મફત આપી ગયો .કુંભાર સાલમીનને વેંચીને પૈસા ઉભા કરી શકત .પણ પોતાના દીકરા જેવા સાલમીન ને તે દુ:ખી થાય એ પસંદ નોતું .એટલે તેણે સાલમીનને દેવીસીન્ગને મફત આપેલો .સાલમીન જયારે વૃદ્ધ થયો ત્યારે ગામ લોકો એક વડીલ તરીકે બહુ માન જાળવતા .સાલમીન જયારે જુવાન હતો ત્યારે એના લગ્ન કરવાનું નક્કી કરેલું .પણ સાલમીને એવું કહીને લગ્ન કરવાની નાં પાડેલી કે મારી પ્રજા તમને નડશે સાલમીનને એક રૂપાળી મુસલમાન છોકરીને પણ બતાદેલી .જમીન બાબતે ભાટો અને કન્ટોલ ગામના સઈદો વચ્ચે ધિંગાણું થયું .એમાં ભાટ દરબારો તરફથી સાલમીન ધીંગાણું ખેલ્યો એમાં એ કામ આવ્યો મતલબકે મરાણો ભાટ દરબારોએ એનું સ્માંરક્ રચ્યું જે હાલ સાલમીન બાપાના ઓટા ના નામે ઓળખાય છે .

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.