કડકડતી ઠંડીમા થનગનતા છેલ
કોઈ મનગમતો રાગ હવે છેડો
ઠંડા પવનના સૂસવાટે તાપણામા
હૂંફાળી લાગણી રેડો
ઊગતા સૂરજના સોનેરી ઠાઠમાં ફેલાતી તાજગીને શોધો
ફૂટતા કિરણ સંગ વહી ગયેલી રાતનો ઘેરાતો સન્નાટો તોડો
પાંપણ પર બાઝેલી સુસ્તી હડસેલી
ભીના ઝાંકળના ખેતને ખેડો
કડકડતી ઠંડીમા થનગનતા છેલ
પંખીની સંગ સંગ જાગેલી કળીઓનો
ખીલવાનો કલરવ અનોખો
ડાળીનો,કૂંપળનો સંભળાતો સાદ
ક્યાંક ટહૂકામા વેરાતો રોકો
હેમંત શિશિરની થીજવતો લહેરખીમા
રણઝણતી મોસમને તેડૉ
કડકડતી ઠંડીમા થનગનતા [...]
Entries Tagged as ‘Uncategorized’
November 15, 2009
કડકડતી ઠંડીમા થનગનતા છેલ… ગીત- યામિની ગૌરાંગ વ્યાસ
November 14, 2009
બાળદિન /ડૉ.ફાલ્ગુની બાવીશી -આઈ.વી.એફ.નિષ્ણાત
આજે સ્વપ્નદ્રષ્ટા અને શાંતિદૂત પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિન છે
જે બાળદિન તરીકે ઉજવવાય છે ચાલો આપણે આધુનિક જાણકારીથી ઊજવીએ
ડૉ.ફાલ્ગુની બાવીશી —
સ્ત્રીના ગર્ભાશયની બહાર લેબોલેટરીમાં પુરુષ-સ્ત્રી બીજનું ફલીનીકરણ કત્રિમ રીતે કરવામાં આવતી પદ્ધતિ એટલે કે, આઈ.વી.એફ. બાદ એકજ સ્ત્રી બીજ અને એકજ પુરુષ બીજનું અત્યાધુનિક પદ્ધતિ કે જેમાં પુરુષ બીજને અત્યંત વિશિષ્ટ રીતે અને ઘનિષ્ટ ટ્રેનીંગ લીધેલા [...]
November 13, 2009
Thank you for being a part of my life 2
LIFETIME relationships teach you lifetime lessons,
things you must build upon in order to have a solid emotional
foundation.
Your job is to accept the lesson,
love the person and put what you have learned to use in all othe
relationships and areas of your life.
It is said that love is blind but friendship is clairvoyant.
Thank you for being a [...]
November 12, 2009
કૂંપળ ફૂટતી નથી.દલપત પઢિયાર
એક દિવસ
સોસાયટીનાં સૌએ ભેગાં થઇ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારા પાછા વળી ગયાં……
હું ઘણીવાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.
મારામાં મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ!
હું ફરી પાછો ફણગી જઇશ એવી [...]
November 11, 2009
જીવ અને શિવ એકમેક સાથે હોય છે એમ-દલપત પઢિયાર
મહીસાગર નદી, નદીકાંઠે આવેલું કહાનવાડી ગામ, ગામના નામનો પણ જેમને ખૂબ મોહ છે અને અઠ્ઠાવન વર્ષે પણ ગામાની માયા મેલી નથી એવા કવિ અને પૂર્વ અધિક માહિતી નિયામક દલપત પઢિયાર ગામડાની માયા અને શહેરના મોહ વિશે વાત કરતાં જણાવે છે, ‘હિસાબ કરવા બેસું તો આયુષ્યનો મોટો હિસ્સો એટલે કે ૪૦-૪૨ વર્ષ શહેરમાં ગાળ્યાં. ગામડું તો [...]
November 10, 2009
સંવેદનાનાં માર્ગે- યામિની ગૌરાંગ વ્યાસ
સફર
રોજિંદી ઘટમાળમાંથી
ચેઈન્જ મેળવવા,
સંબંધ સાચવવા,
જાણકારી મેળવવા,
જ્ઞાન વધારવા,
કે પછી સંશોધન કરવા
આપણે નીકળી પડીએ છીએ
ઐતિહાસિક,ભૌગોલીક,વૈજ્ઞાનિક,આધ્યાત્મિક
શૈક્ષણિક કે સામાજિક સફરે
અઢળક પૈસા ખરચીને
જમીન,દરિયાઈ કે હવાઈ માર્ગે
ગામ-શહેર,દેશ-વિદેશ,પર્વત,ટાપુ કે
ચંદ્ર પર સુધ્ધાં
વળતાં–
લઈ આવીએ છીએ પ્રતીકાત્મક સોગાત
એનાથી સજાવીએ છીએ ઘરને કે ખુદને…
તો ચાલોને એકવાર
મનની સફરે ઉપડી જઈએ
સાવજ મફત
સંવેદનાનાં માર્ગે
વળતાં-
વીણતા આવીએ આમતેમ પડેલા
સપનાઓને…આપણાં કે બીજાનાં
પછી એને સજાવીએ તો ?