Manas Chaturbhuj

Leave a comment

Filed under Uncategorized

આઇકોનિક-પરેશ વ્યાસ

– આપણે શબ્દ ‘આઇકોનિક’નો અતિશય ઉપયોગ કરીને એની અસર ઘટાડી દીધી છે. 

ઓસરે છે લકીર પાણીમાં,

પથ્થરોમાં લકીર બોલે છે.એ જ માણસ અલગ તરી આવે

એનું જ્યારે ખમીર બોલે છે!

– મનસુખવન ગોસ્વામી

આપણે જીત્યા. જસપ્રીત બુમરાહ મેન ઓફ ધ મેચ ઘોષિત થયા. ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં બુમરાહની બોલિંગ અદ્ભૂત હતી. એમાં પણ યોર્કર દડે ઓલી  પાપની વિકેટ તો….ઓહો, વાહ ક્યા બાત હૈ! બે સ્ટમ્પ્સ ઉખડયા અને બંને ગિલ્લીઓઅદ્ધર હવામાં ઊછળી. સચીન તેંડુલકરે એક્સ પર લખ્યુંથ ‘શું વાત છે, બુમરાહ ભાઈ. મઝા આવી ગઇ.’ આ ઇંગ્લિશ લિપિમાં ગુજરાતી ભાષાની કોમેન્ટ હતી જેમાં  ‘છે’-ની જગ્યાએ ૬ લખ્યું, એ એની પહેલી ઇનિંગમાં લીધેલી છ વિકેટનાં વખાણ થયા. મૂળ પંજાબી શીખ કુટુંબમાં અમદાવાદમાં જન્મ્યો હતો જસપ્રીત. એનાં પિતા મૃત્યુ પામ્યા ત્યારે એની ઉંમર માત્ર પાંચ વર્ષની. શિક્ષિકા માતાએ જસપ્રીતને ઉછેર્યો. ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે ગુજરાત તરફથી રણજી ટ્રોફીમાં એણે પદાર્પણ કર્યું. અને પછી તો આપણે જાણીએ છીએ. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ૬૦૪  વિકેટ્સ લેનાર હાલ રીટાયર્ડ ઇંગ્લિશ ક્રિકેટર સ્ટુઅર્ટ બોર્ડનો એક્સ ઉપરનો પ્રતિભાવમાં માત્ર એક શબ્દ હતો. આઇકોનિક (Iconic). અને આ શબ્દમાં ખરેખર સઘળું આવી ગયું.

મૂળ શબ્દ ‘આઇકન’. ગુજરાતી લેક્સિકન અનુસાર’આઇકન’ એટલે મૂર્તિ, પ્રતિમા, બાવલું, પૂતળું. ખ્રિસ્તી ધર્મમાં કોઈ ધાર્મિક સંતનું ચિત્ર પણ આઇકન કહેવાય. એ અર્થમાં કોઈ એવી વ્યક્તિ જે એનાં કામમાં કે ધંધામાં કાંઇક એવું કરી બતાવે કે લોકો એનો દાખલો આપે એ આઇકન. ઇન્ટરનેટની ભાષામાં કશુંક મોટું દર્શાવવા કશીક નાની સંજ્ઞાા કે ચિત્ર દર્શાવો એ પણ આઇકન. આપણે હસવું આવે છે-ની જગ્યાએ આપણે  સ્માઇલી ફેઇસનો ઇમોટિકોન ક્લિક કરીએ છીએ. ‘ઇમોટિકોન’ (Emoticon) એટલે ઇમોશન+આઇકન. મૂળ ગ્રીક શબ્દ ‘ઈએકન’, જેનો અર્થ થતો હતો એનાં જેવું અથવા તો ચિત્ર કે છબી.’આઇકોનિક’એટલે મૂર્તિ પ્રતિતાત્મક, મૂર્તિ પ્રતિમા વિષેનું. કોઈક પ્રતિમા જેવું.આ સાચો અર્થ છે ખરો પણ આ શબ્દ હવે આ અર્થમાં બોલાતો નથી. આઇકોનિક શબ્દ અલબત્ત વિશેષણ તરીકે વપરાય છે. જેને માટે વપરાય એ વ્યક્તિ કે વસ્તુની કોઈ વિશેષતા બયાન કરે એ વિશેષણ. અહીં વિશેષતા શું છે? બુમરાહની પોતાની આગવી બોલિંગ એક્શન. જે પિચ સ્પિનર્સ માટે બની હોય ત્યાં પણ આ ફાસ્ટ બોલર રીવર્સ સ્વિંગ કરીને વિકેટ્સ લે છે. આ ફાસ્ટ બોલર બેટ્સમેન ઉપર મનોવૈજ્ઞાાનિક રીતે હુમલો કરે છે. કાંઈ સમજાય નહીં કે આ બોલ અંદર આવશે કે બહાર જશે. અને એટલે બેટ્સમેન આઉટ થતા જાય છે. ટૂંકમાં, બુમરાહની એક પોતાની જ સ્ટાઈલ છે. આઇકોનિક એટલે લાક્ષણિક, બીજાથી કશુંક અલગ. એવી બોલિંગ જે એની ઓળખ બની જાય. આઇકોનિક શબ્દનાં સમાનાર્થી ઘણાં શબ્દો છે ઇંગ્લિશ ભાષામાં. લેજેન્ડરી (Legendary)  એટલે સુપ્રસિદ્ધ, રોમાંચક, અદ્ભૂત. લેન્ડમાર્ક (Landmark) એટલે સીમાચિહ્ન, સંસ્મરણીય ઘટના. કવિન્ટેટિસેન્સલ (Quintessential) એટલે સારસત્વરૂપ, ઉત્તમનો અર્ક વગેરે. 

મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર આઇકોનિક એટલે કોઈ એવી વ્યક્તિ જેનાં એટલા બધા વખાણ થાય કે એ પોતે એક આઇકન બની જાય. આ આધુનિક અર્થમાં દુનિયાભરની એડવર્ટાઈઝ અને પબ્લિસિટી કંપનીઓએ આઇકોનિક શબ્દ ભરપૂર ઉપયોગ કર્યો છે. આ જાહેરાત કર્તાઓ, ટીવી હોસ્ટસ વગેરે આપણાં  મનમાં એવું ઠસાવવાની કોશિશ કરે કે આ ચીજ પ્રથમ પંક્તિની છે. આમાં કોઈ ખામી છે જ નહીં. આ આઇકોનિક છે. તેઓ આપણને કહે કે ફલાણી વ્યક્તિ કે વસ્તુ એક અલગ તરાહથી ઉત્તમ છે. આ રીતે આ શબ્દ આ અર્થમાં અત્યારે ચલણમાં છે. સમાચાર છે કે ફ્રાંસનાં એફિલ ટાવરમાં એક સમારંભમાં ભારતનાં યુપીઆઈ પેમેન્ટનું ગ્લોબલ લોન્ચ થયું. ભારતીય દૂતાવાસે એક્સ પર લખ્યું કે ‘આ લોન્ચિંગ આઇકોનિક એફિલ ટાવર પરથી થયું.’એટલે એમ કે એફિલ ટાવર તો આઇકોનિક છે, એમ અમારું યુપીઆઈ પણ આઇકોનિક છે. અયોધ્યામાં લતા મંગેશકરની યાદમાં એક ચોક છે જે પરિસરનું ઉદઘાટન થયું ત્યારે ‘પ્રધાનમંત્રીએ આઇકોનિક ગાયિકાને યાદ કર્યા’, એવું ઈન્ડિયા ટીવીએ લખ્યું. અને જ્યારે નવા સંસદ ભવનનું ઉદઘાટન થયું ત્યારે પ્રધાનમંત્રીએ એક્સ પર લખ્યું હતું કે ‘નવા ભવનમાં જઈએ ત્યારે જૂની આઇકોનિક સંસદને યાદ કરીએ, જે માત્ર ઈંટ પથ્થરનું માળખું નહોતી, વર્ષોથી દેશનાં સમૃદ્ધ લોકતાંત્રિક વિરાસતનું પ્રમાણ હતી’. 

ટૂંકમાં, આઇકોનિક હોય એ એકદમ અસલ હોય, મૌલિક હોય, પ્રભાવશાળી હોય, અનોખું હોય. ઘણાં બધા લોકોને એ ગમે એવું હોય અને નીવડેલું હોય. આમ ‘ક્લાસિક’ (Classic) જેવું જ પણ હા, આઇકોનિકમાં સામાન્ય રીતે નજીકનાં ભૂતકાળની વાત હોય છે. આઇકોનિક હોય એ અલગ તરી આવે. આપણું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આઇકોનિક કહી શકાય. જાહેરાતમાં ગણીએ તો અમૂલ બ્રાન્ડ પણ આઇકોનિક છે. આપણું સફેદ રણ, આપણો ગરબો, આપણી વાવ પણ આઇકોનિક છે. એવું ય છે કે આપણે શબ્દ ‘આઇકોનિક’નો અતિશય ઉપયોગ કરીને એની અસર ઘટાડી દીધી છે. ગૂગલ ઉપર ‘આઇકોનિક’શબ્દ લખીને ક્લિક કરો ૦.૩૭ સેકન્ડ્સમાં ૧.૬૯ અબજ વેબસાઇટ્સનું લિસ્ટ ખૂલે છે. વર્ષો પહેલાં ‘સેવન યર્સ ઈચ’ ફિલ્મમાં મેરિલીન મુનરોએ પહેરેલો હવા ભરાઈને ફૂલીને ઉઘડતો જતો સફેદ ડ્રેસ અલબત્ત આઇકોનિક હતો પણ અત્યારે ફેશન ફુદ્દીઉર્ફી જાવેદની ડ્રેસ સેન્સને આઇકોનિક કેવી રીતે કહી શકાય? ઉર્ફી જાવેદ તો કિવિ ફ્ટની સ્લાઈસનું બ્લાઉઝ અને કપડાં સૂકવવાની ક્લિપ્સનું સ્કર્ટ પણ પહેરી ચૂકી છે. આ આઇકોનિક છે? આ તો શબ્દ ભવાડો છે. આઇકોનિક એટલે જેને બધા જાણે. એ જે પોતાના સ્થાન પર અધિકારપૂર્વક બીરાજે. નક્કી આપણે કરવાનું છે કોણ આઇકોનિક છે? અને કોણ ઓડનરી?

શબ્દશેષઃ

‘આઇકોનિક અને અલગ તરી આવે એવી વ્યક્તિ તરીકે લોકો મને યાદ કરે એવું કામ હું કરી જવા માંગુ છું’ – અપરંપરાગત મ્યુઝિકનો રચયિતા કેનેડિયન સિંગર ધ વીકન્ડ 

Leave a comment

Filed under Uncategorized

Manas/929

Leave a comment

Filed under Uncategorized

મેલા રૂઝ લાલ હોઠ લાલી ગાલ -પરેશ વ્યાસ

– જેઓ માટે જીવન એક ઉત્સવ છે, તેઓ માટે ગાલ પર લાલાશ સાથે લાગણીનું ઊભરી આવવું કુદરતી છે.

ફૂલનો વિપુલ બહુ ફાલ ગમે,

વગડે છંટાતો રંગ લાલ ગમે.                                                                                            

કેસૂડાએ કસુંબલ ક્રાન્તિ કરી,

ખાખરાનો મિજાજ જહાલ ગમે.                                                                                           

ફૂલની સવારી પાલખીએ ચઢી,

કેસૂડાની કેસરી મશાલ ગમે.                                                                                                       

– ભગવતીકુમાર શર્મા

કુ દરતમાં લાલ રંગ વેરાતો હોય, ફૂલનો વિપુલ ફાલ હોય, ફૂલની સવારી પાલખીએ ચઢી હોય એ ક્રાંતિનાં સાક્ષી બનવા મને કોઈ આમંત્રણની જરૂર નથી. બસ, બહાર કુદરતનાં ખોળે નીકળી પડવાની જરૂર છે. પણ અંબાણી પરિવારનાં લગ્નપૂર્વેત્સવમાં મને આમંત્રણ મળે એ માટે મારું સેલેબ્રિટી હોવું આવશ્યક છે. હું નથી. પણ થાય સરખામણી તો કુદરતનો જાજરમાન રંગ વૈભવ, કોઈ પણ ધનિકની કૃત્રિમ રંગસજ્જાની સરખામણીમાં અનેકગણો મનોરમ્ય હોય છે. હા, એ સમજવાની સમજ ચોક્કસ જોઈએ. હેં ને? તમે એને મારી દ્રાક્ષ-ખાટી-વિચારસરણી પણ કહી શકો! પણ એ જવા દો. આપણે સૌએ સમાચારમાં અંબાણી લગ્નપૂર્વેત્સવને વર્ચ્યુઅલ જોયો છે. સામાન્ય રીતે લાલ રંગ કોઈ પણ ઉજવણીનો હિસ્સો  હોય છે. અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ ઉજવણીનાં ન્યૂઝમાંથી અમને આજનો શબ્દ મેલા રૂઝ મળ્યો છે. ત્રણ દિવસો પૈકી બીજા દિવસનાં સમારંભમાં દેશી વિદેશી મહેમાનોએ રંગબેરંગી દેશી વસ્ત્રો પહેર્યા, હાજરી પૂરાવી, નાચગાના, ખાનાપીના કર્યા, એ કાર્યક્રમનું નામ હતું મેલા રૂઝ (Mela Rouge). આપણે શબ્દની વાત કરીએ. 

‘મેલા’ શબ્દ આપણો શબ્દ છે. સંસ્કૃત શબ્દ ‘મેલક’ એટલે મેળાવડો, માણસોનો જમાવ, સંમિલન, સભા વગેરે. ‘મેળા’નાં મૂળમાં ‘મળવું’ એવો અર્થ છે. આપણો શબ્દ ઇંગ્લિશ ભાષાએ અપનાવ્યો. પણ આપણે જો કોઈ ઇંગ્લિશ શબ્દ બોલીએ કે લખીએ તો આપણી ડિક્સનરી સામાન્ય રીતે એને અપનાવતી નથી. આપણી ભાષા મરી રહી છે, એનું કારણ પણ કદાચ આ જ હશે. પણ એ જવા દો. અમેરિકાની પ્રતિષ્ઠિત મેરિયમ વેબ્સટર ડિક્સનરી અનુસાર ઇંગ્લિશ શબ્દ ‘મેલા’ એટલે ભારતીય ધાર્મિક ઉત્સવ કે મેળો, લોકોનું એકત્ર થવું તે. બ્રિટિશ ઓક્સફોર્ડ ડિક્સનરી અનુસાર ‘મેલા’ એટલે મનોરંજન કાર્યક્રમ, જે સામાન્ય રીતે બહાર ખુલ્લામાં આયોજિત થતો હોય છે. આપણી ઇંગ્લિશ-ગુજરાતી ડિક્સનરી ગુજરાતી લેક્સિકનમાં ઇંગ્લિશ શબ્દ ‘મેલા’ નથી. 

હવે ‘રૂઝ’ શબ્દની વાત. રૂઝનો સ્પેલિંગ ધ્યાનથી જોજો. જો બે અક્ષરો અવળસવળ લખી નાખ્યાં તો શબ્દનો ઉચ્ચાર અને અર્થ સાવ બદલાઈ જાય. રોગ (Rogue) એટલે શઠ, બદમાશ, મશ્કરો, ઠગ, લૂચ્ચો, ધૂર્ત, ગાંડો હાથી વગેરે. લેટિન શબ્દ ‘રોગારે’ એટલે ભીખ માંગવી. પણ અહીં તો ભીખારીની નહીં, રાજાની વાત છે. અહીં તો શઠ નહીં, શેઠની વાત છે. હું પણ એટલે જ રૂઝ (Rouge) શબ્દનો સ્પેલિંગ કાળજીપૂર્વક લખી રહ્યો છું. ગુજરાતી લેક્સિકન અનુસાર ‘રૂઝ’ એટલે ગાલ અને હોઠ રંગવાનું રાતું પ્રસાધન દ્રવ્ય. ટૂંકમાં, લાલી લિપસ્ટિક! શબ્દનો ઉચ્ચાર જોડણીથી જુદો છે. મૂળ લેટિન શબ્દ ‘રૂબેઅસ’ પરથી ફ્રેંચ શબ્દ રૂઝ આવ્યો છે. સુરખીદાર, તાજગીભર્યું લાલ, લાલચટક એવો અર્થ થાય. ‘મેલા રૂઝ’ની ડીઝાઇન મનિષ મલ્હોત્રાની હતી અને લાલ રંગ એનો પસંદીદા રંગ છે. મેળો હોય એટલે ચકડોળ તો હોય જ. લાલ ચટાક ફૂલોની સજાવટ અને વચ્ચે વચ્ચે સફેદ ઝુમ્મર જાણે કે પરીકથાની પૃષ્ઠભૂમિ. કલાપીની ગઝલનો શેર યાદ આવી જાય. માશૂકોનાં ગાલની લાલી મહીં લાલી અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની…. 

મનિષ મલ્હોત્રાએ આ ડીઝાઇન આઇડિયા અલબત્ત પેરિસનાં કેબરે રીસોર્ટ ‘મૂલૉન રૂઝ’ પરથી  ઊઠાવ્યો હોવો જોઈએ. ‘મૂલૉન’ એટલે પવનચક્કી અને ‘રૂઝ’ તો આપ જાણો છો. લાલ. ઓગણીસમી સદીનાં અંત ભાગમાં કવિઓ અને કલાકારોનું આ મનપસંદ સ્થાનક હતું. હાઇ એનર્જી કેબરે ડાન્સ ‘કેન કેન’નો ઉદ્ભવ અહીં થયો. મૂલૉન રૂઝ નામની ફિલ્મ પણ બની, જેમાં એક યુવા લેખક અને એક કેબરે ડાન્સરનાં રોમાન્સની વાત છે. રણવીર કપૂરની પહેલી ફિલ્મ ‘સાંવરિયા’નો સેટ પણ મૂલૉન રૂઝ પર આધારિત હતો. આજે પેરિસ શહેરમાં મૂલૉન રૂઝ નૃત્ય સંગીતનું એક જબરું પ્રવાસી આકર્ષણ છે. 

પ્રાચીન ઈજિપ્તવાસીઓ સૌંદર્ય વર્ધન માટે  રૂઝનો ઉપયોગ કરતા હતા. ચરબીને લાલ ગેરૂ સાથે મિક્સ કરીને પોતાનાં ગાલ અને હોંઠ લાલ કરતા. ગ્રીસનાં પુરુષો અને સ્ત્રીઓ રૂઝ માટે શેતૂર, લાલ બીટ, સ્ટ્રોબેરી અને ઍમરન્થ (ગુલમખબલ)ની લૂગદી બનાવતા અને ચહેરા ઉપર એની રંગસજ્જા કરતાં. આવું કરવું ઘણું મોંઘું હતું એટલે આવો મેકઅપ કરીને જે બહાર નીકળે તેઓની ગણના ધનાઢયમાં થતી.  ચાઇનીઝ રૂઝ લાલ ભૂરાં ફૂલોમાં ઢોરની ચરબી/ભૂંડનાં પેન્ક્રિઆસનું ઉમેરણ કરીને બનતી. ચીની સંસ્કૃતિમાં લાલ રંગ સદનસીબ અને ખુશીનો દ્યોતક ગણાય છે. આધુનિક રૂઝ ટેલ્કમ પાવડર, કુસુમ્બની  ફૂલપાંદડી, ગુલાબજળ અને કાર્મિન રંગ રસાયણથી બને છે. રૂઝને બ્લશ (Blush) પણ કહે છે. શરમાઈ જઈએ ત્યારે ગાલ લાલ થઈ જાય એ બ્લશ. શરમનો શેરડો! જેઓને હળવા મળવાનું ગમે છે, જેઓ માટે જીવન એક ઉત્સવ છે, તેઓ માટે ગાલ પર લાલાશ સાથે લાગણીનું ઊભરી આવવું કુદરતી છે. રૂઝ એટલે લાલ હોય છે. કુદરતી નહીં તો કૃત્રિમ રીતે પણ રૂઝ એક ખુશહાલી, એક આનંદની છબી સર્જે છે. 

ધનિકો માટે રૂઝનો મેળો આનંદ ઉત્સવ બની ગયો. બાકી સામાન્ય માણસ તમાચો મારીને ગાલ લાલ રાખે છે. ઘણાં એવા ય છે જે દુ:ખી છે. જુઓને, રાહુલ ગાંધીને પેટમાં દુ:ખ્યું. તેઓ બોલ્યાં કે કિસાન આંદોલન, બેરોજગારી, ફૂગાવો છે પણ ટીવી ચેનલ્સ અંબાણીજી લગ્ન સમારંભનાં દ્રશ્યો દેખાડવામાં વ્યસ્ત છે. ટીકા અલબત્ત અંબાણી પરિવારની નહીં, ટીવી ચેનલ્સની છે. શક્ય છે કે ટીવી ચેનલ્સ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને જોઈએ તેટલો ન્યાય નહીં દેતી હોય! રાહુલ ગાંધી લાલચોળ છે. યે લાલ રંગ કબ મુઝે છોડેગા..!

શબ્દ શેષ :

‘વધારે પડતું રૂઝ એ નિરાશાની નિશાની છે.’  – અમેરિકન એક્ટ્રેસ એરલીન ડાહ્લ (૧૯૨૫-૨૦૨૧)

Leave a comment

Filed under Uncategorized

શૂન્યાવકાશ/ યામિની વ્યાસ

શૂન્યાવકાશ

मा गच्छ!’ वचनाः अशुभाः, न उपक्रमिताः आगच्छ!’ इति।
रोक्ये मोताप, ’यथेच्छसि तथा कुरु॑ इति उदासीनता;
‘यदि एव ! नहि जीवशु तं विना ‘-तत् शक्य न शक्य
अतः श्री कृष्ण, मे सत्य विदाई शिक्षित ।।

“વાહ દીદી, આ ચશ્મિસ સ્કોલર તને પસંદ પડી ગયો!”

ધીરે રહીને પરીશા બોલી, “કેમ, કેમ?”

“લવ એટ ફર્સ્ટ સાઈટ?”

“ના, એવું નહીં.” તેણે થોડું શરમાઈને જવાબ આપ્યો.

“તો શું ગમ્યું? કિસન કે એની વાતો?”

“સાચું કહું? એની વાતો. કોઈ કોમન ટિપિકલ વાતો નહીં. ખલિલ જિબ્રાનની વાતનું ઉદાહરણ આપીને કહ્યું કે ઈમારત બુલંદ રીતે ટકાવવી હોય તો તેના પિલ્લર્સ વચ્ચે જગ્યા હોવી જરૂરી છે. એકબીજાને સ્પેસ આપવી જરૂરી છે..ને..દરેકને..”

“અચ્છા જી, વાહ! તો તમે સ્પેસમાં રહેશો!” વચ્ચે ટીખળ કરતા રિયા બોલી.

“યસ, સ્પેસમાં, તોય કહેવાય છે ને કે શરીર અલગ પણ હૃદય એક.” બંને મસ્તી કરતી કરતી એકબીજાને વળગી પડી. પરીશા અને રિયા બંને બહેનો. પરીશા બે વર્ષ મોટી, પણ પાકી બહેનપણી જેવી દોસ્તી. પરીશા અને કિસનના ધામધૂમથી લગ્ન થયાં. બન્નેના ગમતા સ્થળે હનીમૂન પર જઈ આવ્યાં. અદેખાઈની પણ આંખ ફૂટે એવું મીઠું જોડું. જિંદગીનો આ ખુશહાલ સોનેરી સમય તેઓ જીવનભર જીવવા માંગતાં હતાં. બંન્નેની નોકરી અને સમય અલગ અલગ હતાં. કિસનને આમ તો ઓફિસ કામે કોઈવાર બેત્રણ દિવસ અથવા તો અઠવાડિયા સુધી બહાર જવાનું થતું. પરીશાનો પણ કામકાજનો સમય ઘણીવાર બદલાતો કે લંબાતો છતાં એકબીજાનું ધ્યાન રાખતાં, સાચવી લેતાં, સમજતાં. એકબીજાના મિત્રો કે સાથી કર્મચારીઓ માટે પણ માન હતું. તેઓને ઘરે પણ મિત્રોની અવરજવર રહેતી. બંને એકબીજાને દરેક વાતે રિસ્પેક્ટ આપતાં. પરીશાને ગાર્ડનિંગનો શોખ હતો. ઘરે ફૂલો અને શાકભાજી ઉગાડતી, જ્યારે કિસનને કોઈ ફૂલ ઓળખતા પણ ન આવડતું. એવી જ રીતે કિસનને સંગીતનો શોખ. તેણે તાલીમ પણ લીધી હતી પરંતુ પરીશા એક રાગ પણ ઓળખી ન શકતી. છતાં, તેઓ રુચિ લેતાં. પરીશા વહેલી ઊઠીને મેડિટેશન કરતી જ્યારે કિસનથી વહેલાં ઉઠાતું ન હતું. એ મોડે સુધી નોવેલ વાંચતો. પરીશાને આગળ ભણવું હતું તો બાકીના સમયમાં કે રવિવારે તેના ઓનલાઈન ક્લાસીસ કરતી. તે દરમિયાન કિસન ટીવી જોતો અથવા પોતાનું કોઈ કામ કરતો. સાંજે પાંખમાં પાંખ પરોવીને આ જોડું ઊડવા નીકળી પડતું. તેમનું લગ્નજીવન ખૂબ આનંદથી પસાર થતું હતું. કિસનના મમ્મીપપ્પા પણ વતનથી આવતાં અને ખૂબ ખુશ થતાં. રિયા અને તેનાં મમ્મીપપ્પા આવતાં અને તેઓનું લગ્નજીવન જોઈને આનંદ પામતાં. જોકે બન્ને વચ્ચે તુંતુંમેંમેં ન થતી એવું તો ન કહેવાય પરંતુ તે બહુ લાંબુ ન ચાલતું. રીસામણા મનામણામાં વાત પતી જતી. એ જીવનનો ભાગ હતો અને તેને લીધે વધુ સ્નેહ વધે એવું તેઓ માનતાં હતાં.

બેડ પર ભીના ટોવેલને જોઈ પરીશા કહેતી, “તું જીમમાં રોજ લટકે છે એમ આને દોરી પર લટકવું ગમે છે.” કિસન હસતો. કિસનને ખાવામાં વાળ આવે તેની સખત ચીડ હતી, છતાં ધીરે રહીને કહેતો, “ પરી, તું વાયરલેસ રસોઈ બનાવતી હોય તો!” અને કોઈકવાર મીઠું વધારે પડી ગયું હોય તો કહેતો, “પરી, આજે દરિયામાં ભરતી વધારે આવી લાગે છે!” પરીશા સમજી જતી. કિસન વહાલથી પરી કહીને બોલાવતો એથી એ એના પર વારી જતી અને વળગીને કહેતી, “તું મને પરી કહે છે. તેં મારા નામનો છેલ્લો અક્ષર કાઢી નાંખ્યો છે એમ હું પણ તને છેલ્લો અક્ષર કાઢીને બોલાવું તો?” અને બંને ધોધમાર હસી પડતાં.

ભલે પરીશા વહેલી ઊઠતી હોય, મેડિટેશન કરતી હોય પરંતુ સવારે ઊઠીને ચા બનાવવાનો કાર્યક્રમ કિસન જ કરતો. બંનેએ ઘરનાં કામ પણ વહેંચી લીધાં હતાં. પરીશા બીઝી હોય અથવા તો માંદી હોય તો એને પૂછ્યાકહ્યા વગર કિસન ખાવાનાનો ઓર્ડર આપી મંગાવી દેતો. એવી જ રીતે કિસનના કામના કલાકો, એનું ટેન્શન, એની વ્યસ્તતા બાબત પરીશાને જાણ રહેતી અને સાચવીસંભાળી પણ લેતી.

હમણાંથી પરીશા રોજ કંઈક લખતી હતી. કિસનને ખબર કે તે ડાયરી લખે છે પણ તેમાં તે શું લખે છે તે નહોતી ખબર. કિસન એ જાણવા પણ ખાસ રસ નહોતો લેતો. એકવાર પરીશા લખવા બેઠી અને બહાર બેલ વાગ્યો. કિસન લેપટોપ પર કામ કરતો હતો અને પરીશા લખતી હતી. જ્યારે પણ ઘરનો બેલ વાગતો ત્યારે બેમાંથી કોની વ્યસ્તતા વધારે અગત્યની છે એ મપાતું અને એ સિવાયનું જણ બારણું ખોલવા જતું. અત્યારે ખોલવા જવાનો વારો પરીશાનો હતો. હા, ઈસ્ત્રીવાળો કપડાં આપવા આપ્યો હતો અને મહિનાનું બિલ પણ આપવાનું હતું. પરીશાએ એ પતાવ્યું અને પાછી આવી. કિસનનું કામ પૂરું થઈ ગયું હતું. એણે બેડ પર લંબાવ્યું ને ડાયરી વચમાં આવી. તેણે ખસેડી. પવનથી પાનું ફર્યું અને તેને વંચાઈ ગયું. શરૂઆત કરી હતી ‘પ્રિયે, કાલે કિસન વિશેની વાત અધૂરી રહી હતી….’ હજુ આગળ વાંચવા જાય ત્યાં તો પરીશા આવી ગઈ. અને શું, ક્યાં, કોણ હતું એવી બીજી વાતોમાં જ રાત પૂરી થઈ ગઈ. હવે કિસનને થયું – પ્રિયે? તેં પણ.. મારી વાત? એવું તે કોણ હશે જેને ‘પ્રિયે’ સંબોધન કરવું પડે? કોઈ છે જેને પરી મારી વાત કરવા માંગે છે. કોણ હશે? શું હશે? આ ડાયરી હશે કે કોઈ ટ્રાયેન્ગલ નવલકથા? ના, ના, એવું નહીં હોય. એનું મન જાણવા ઉત્સુક રહેતું. ફરી એને સ્પેસની વાત યાદ આવતી અને ભૂલી જવા પ્રયત્ન કરતો. ફરી પાછો પોતાના કામમાં વ્યસ્ત થઈ જતો અને ભુલાઈ જતું, પણ જ્યારે પરીશા એ ડાયરી લઈને બેસતી અને એના મનમાં વિચાર આવતો. એ કહેતો, “પરિ, મૂકી દે આ બધું. સૂઈ જા.” પણ પરીશા એ પૂરું કર્યા વગર સૂએ જ નહીં. તેને થયું કે આ ખરેખર શું હશે? યાર, મારે પણ લખવું જોઈએ. આ લેખકોને કેવું સારું! કંઈ લખતા હોય અને પકડાઈ જાય તો કહેવા થાય કે આ મારી કૃતિનો ભાગ છે. ના, ના, આ બધાં મારું મન મનાવવાનાં બહાનાં છે પણ ‘પ્રિયે’ સંબોધન કોને હોઈ શકે? ધીરેધીરે આ શબ્દે એના મનને વ્યસ્ત અને વ્યથિત કરી દીધું. આમ તો પૂછવું હોત તો પૂછી પણ શકાત પરંતુ તેની હિંમત નહોતી ચાલતી. હવે કરવું શું? એણે પરીશાના સાથી પુરુષ કર્મચારીઓ, એના મિત્રો, પરીશાની બહેનપણીઓના પતિઓ, આજુબાજુના પાડોશીઓ વિશે વિચાર્યું. કેટલુંય વિચારી નાંખ્યું.

પછી તો રિયાને પણ તે ફોન કરતો. રિયાને નવાઈ લાગતી કે જીજુ એકલા? મને વારેવારે કેમ ફોન કરે છે? પણ એ પરીશાની બાળપણની વાતો, તેના મિત્રો, તેની કોલેજલાઈફ વિશે જાણવાનો પ્રયત્ન કરતો. રિયા અને તેના માતાપિતા ખુશ થતાં કે ચાલો, જમાઈરાજને અમારી ઘણી ફિકર છે. કિસન કેટલોય ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરતો રહ્યો પરંતુ ‘પ્રિયે’ સંબોધન પરીશા કોને કરી શકે તે ઉકેલી ન શક્યો. એના મનની કોરી નોટબુકનાં પાનાં ફરતાં જ રહ્યાં. એ દરેક ફરતાં પાનાં પર તેને ‘પ્રિયે… પ્રિયે… પ્રિયે…’ વંચાતું રહ્યું. આગલા શબ્દો વાંચવાની તેની ઈન્તેજારી વધતી ગઈ. થયું કે આજે પરી ન હોય ત્યારે અથવા તો રાત્રે સૂઈ જાય ત્યારે તેની ડાયરી લઈને હું વાંચીશ જ. સવારે ઊઠ્યો અને પૂછ્યું, “ચાલ, આજે હું તને મૂકી જાઉં જોબ પર.”

“કેમ? આજે તારે જવાનું નથી?” પરીશાએ પૂછ્યું.

“ના, આજે મને ઓફ છે.”

પરીશા ખુશ થઈ ગઈ. “ઓહો! એવું છે?” કિસને પરીશાને કોઈને ફોન કરતા સાંભળી અને નજીક ગયો. ફોન પતી ગયો અને પરીશા એ કહ્યું, “હા, મેં પણ રજા મૂકી દીધી છે. ચાલ, તને પણ રજા છે તો આપણે સાથે મળીને ફિલ્મ જોવા જઈએ, ફરવા જઈએ, મોજ કરીએ.”

કિસનને થયું કે આવું ઘણી ફિલ્મોમાં કે નવલકથાઓમાં આવે છે એવી જ રીતે જ્યારે લગ્નેતર સંબંધ હોય ત્યારે પોતાના પતિ કે પત્ની સાથે તેઓ ખૂબ સારો વ્યવહાર કરતા થઈ જાય છે. પરીશા મને આટલું બધું કેમ વહાલ કરે છે? કદાચ તે તેનો જ ભાગ નહીં હોય? જેમ જેમ એ વિચારતો હતો તેમ તેમ એના મનમાં પરીશા વિશે જુદા જુદા ખયાલો આવતા હતા. એકવાર તેણે સાચવીને પરીશાનો મોબાઈલ પણ ચેક કર્યો પરંતુ તે લોક હતો. કેમેય કરીને ખૂલ્યો નહીં. તેની શંકાની તીવ્રતા વધતી ગઈ. હવે એની અવરજવર, તેની નોકરીનો સમય, તેની ખરીદી કરવાનો સમય, તેની સહેલીઓ સાથેની વાતચીત પર ધ્યાન આપવા લાગ્યો. નોકરીમાંથી ટૂર ટાળતો. ઘરે વહેલો પણ આવી જતો.

કિસન તેની ડાયરી શોધવા ખાસ પ્રયત્ન કરતો કે હવે હું જોઈ જ લઉં. પરંતુ કોણ જાણે પરીશા ડાયરી એવી છુપાવતી હતી કે તેને હાથ જ નહોતી લાગતી પણ એનાથી પૂછાતું નહીં. આ રીતે કિસનને માટે અતિ ભારે કહી શકાય તેવા દિવસો વીતતા હતા. અને થયું પણ કેવું કે કોરોના આવ્યો. બંને વર્ક-ફ્રોમ-હોમ કરવાં લાગ્યાં. પરીશાને કોઈકવાર જોબ પર જવું પડતું પણ એટલા કલાક કિસન સતત ટેન્શનમાં રહેતો. ડાયરી શોધતો. તેને થતું કે પરીશા ડાયરી લઈને જતી હશે કે શું? મળતી કેમ નથી? એકવાર તો તેણે પરીશાનું આખું કબાટ ફંફોળી નાંખ્યું. પરીશાએ આવીને જોયું, “આ શું?”

કિસને કહ્યું, “ફ્રી હતો એટલે ટાઈમ પાસ કરવા ગોઠવવા જતો હતો પરંતુ મારાથી ગોઠવાયું નહીં. તમારા છોકરીઓના કપડાં કેવાં હોય છે! ગડી પણ નથી થતી.”

પરીશાએ હસતાં હસતાં કહ્યું, “તો શું કામ આ ઢગલો કર્યો? હે ભગવાન! આમાંથી કંઈ સામું હોય તોય ના જડે?” કહી પહેલી જ ડાયરી મળી એ ગોઠવી. દુપટ્ટો ખોસતાં એ બોલી, “ને જે કામ થાય નહીં એમાં શું કામ ડહાપણ કરે છે? અરે! ટાઈમ પાસ કરવા કોઈ જોડે ગપ્પા મારીએ, ખબર પૂછીએ, કોરોનામાં બધા ઘરે ફ્રી જ હોય. અરે ભાઈ! કોઈ જૂની ગર્લફ્રેન્ડને યાદ કરાય!” મસ્તી કરતી પરીશાએ કબાટ ગોઠવ્યો. ફરી રાત્રે ડાયરી લઈને બેઠી. કિસન ત્રાંસી આંખે અફસોસ સાથે જોઈ રહ્યો કે ડાયરી અહીં જ હતી તો પણ કેમ મળી નહીં?” એ બાલ્કનીમાં ગયો. થોડીવારે આવ્યો ત્યારે પરીશા ડાયરી છુપાવી સૂઈ ગઈ હતી.

“ઓહો! પરીશાએ પરેશાન કરી દીધો, કાલે તો પૂછી જ લઉં.”

બીજે દિવસે જોયું તો પરીશાને તાવ, ડોક્ટરને બતાવ્યું, ટેસ્ટ કરાવ્યો. પરીશાને કોરોના પોઝિટીવ. ઘરે જ ક્વૉરન્ટીન થવાનું સૂચવાયું. કિસનનો રિપોર્ટ નેગેટીવ હતો પણ પરીશા માટે ખૂબ ટેન્શનમાં આવી ગયો. ડાયરીની વાત ભુલાઈ ગઈ. એક જ રૂમમાં રહેવાય તેમ હતું નહીં આથી પરીશાને બીજા રૂમમાં આઈસોલેઇટ કરવામાં આવી. કિસન પરીશા માટે ખૂબ ચિંતીત હતો તેની સારવારમાં ખૂબ ધ્યાન રાખતો. તે તેને ખૂબ ચાહતો હતો.

કિસનની થોડી થોડી વારે ફોન પર વહાલભરી વાતો ને સારવારથી પરીશાને હવે ઠીક હતું.તેર દિવસ થઈ ગયા હતા. કિસનને હાશ થઈ પણ ડાયરીનો ડંખ જતો નહોતો. તેને થયું કે હવે આ રૂમમાં તે શોધી શકશે. પરીશા બીજા રૂમમાં હતી ત્યારે તેણે રાતદિવસ એક કરીને આખા રૂમમાં ડાયરી શોધી પરંતુ મળી નહીં. બીજા દિવસે ખાવાનું આપવા માટે એ રૂમની બહાર ઊભો હતો ત્યારે તેણે જોયું કે પરીશાના ઓશિકા પાસે ડાયરી પડી હતી. હવે થાય શું? અંદર સુધી તો જવાય તેમ ન હતું. છતાય, તેને થયું કે હવે હું ગમે તે રીતે આ ડાયરી મેળવીને જ રહીશ અને આખરે એ રાતે પરીશા દવા લઈ ઊંઘી ગઈ ત્યારે તેણે હેન્ડ ગ્લવ્ઝ પહેર્યા અને ત્રણચાર માસ્ક પહેર્યાં અને ડાયરી લેવા માટે ગયો. પરંતુ ડાયરી હતી ક્યાં? ડાયરી તો તે ઓશિકા નીચે દબાવીને ઊંઘી હતી. કિસને નક્કી કર્યું હતું કે આજે ડાયરી લઈને જ જંપીશ પણ મેળ ન પડ્યો. થાકીને તે ટીવી જોવા બેઠો. તેને ક્રાઈમ પેટ્રોલ જોવાનું શરૂ કર્યું. તેણે જોયું કે પત્નીનો પ્રેમી અને પત્નીએ મળીને પતિનું કાસળ કાઢી નાંખ્યું. તે સીન જોઈને ખૂબ અકળાયો. ફરી રૂમમાં ગયો. મનમાં થયું કે ભલે પરી ઊઠી જાય પરંતુ ડાયરી મેળવીને જ જંપીશ. ફરીથી તેણે ઓશિકા નીચે હાથ નાંખ્યો અને પરીશા ચીસ પાડી ઊઠી. આછા અંધારામાં માસ્કવાળો ચહેરો જોઈને ગભરાઈ ગઈ. તેણે તરત લાઈટ કરીને જોયું તો કિસન હતો. તેના હાથમાં ડાયરી હતી. પરીશા જાણે એક પળમાં જ બધું પામી ગઈ અને કહ્યું, “મારી અધુરી ડાયરી તું પૂરી કરશે એમ?” તે કાંઈ બોલ્યો નહીં. પરીશા બોલી, “તું માત્ર પહેલું પાનું તો ખોલ.”

કિસને ખોલ્યું. પહેલા પાના પર નહીં બધાં જ પાને ‘પ્રિયે..’ સંબોધન હતું. તેણે કહ્યું, “આગળ વાંચ.” કિસન ડાયરી વાંચતો ગયો. તેની આંખમાંથી દડદડ આંસુ વહેતાં ગયાં.

પરીશાએ કહ્યું, ‘પ્રિયે’ આત્મસંબોધન છે. હું મારી જાતને ચાહું છું. હું મારી જાતને પ્રિય છું તો પ્રિયે જ કહુંને! હું રોજ મારા પર લખું છું. હા, તારો ઉલ્લેખ હશે પણ તે મને સ્પેસ આપી એ ખુશીની જ વાત હશે.તું મને પૂછી શક્યો હોત. બોલ, આટલી બધી સ્પેસ? જોજે હવે શૂન્યાવકાશ ના સર્જાઈ જાય!”

યામિની વ્યાસ

Manas Bhootnath 2

Leave a comment

Filed under Uncategorized

Gura Kara

Leave a comment

Filed under Uncategorized

Radhastak

Leave a comment

Filed under Uncategorized

Radhashak

Leave a comment

Filed under Uncategorized

Ram Katha 924

Leave a comment

Filed under Uncategorized