Daily Archives: ઓગસ્ટ 14, 2010

કોઈ સાચા સાધક પર, શબ્દ જ્યારે મહેરબાન થાય ત્યારે

કોઈ સાચા સાધક પર, શબ્દ જ્યારે  મહેરબાન થાય ત્યારે,
કેવો ચમત્કાર થાય ? આવા જ એક ચમત્કારનું નામ ધ્યાન
અનંતના આકાશે મનપંખીનું ઊડાણ એટલે ધ્યાન.
તેની બે પાંખો છે, જાગૃતિ અને સાવધાની.
ઝેન દર્શનમાં ધ્યાનનો અર્થ જાગૃતિ છે.
જાગૃત મનમાં વિકલ્પો કે વિકારોને સ્થાન ન હોય.
આવું નિરભ્ર નિરંજન મન શુદ્ધ ચેતનાનું પર્યાય છે.
અને સહજતાથી જન્મે ભાવભર્યા ભજનો….
મારા જોડીઆ પૌત્રોના જન્મ ૧૪મી ઓગસ્ટ ૧૯૯૦એ
તે દિવસે જન્માષ્ટમી હતી તે ઉત્સવમા સહજતાથી
જ નામ પડ્યા કેશવ માધવ…
હંમણા અભ્યાસાર્થે ચિ કેશવભાઈ બેંગલોરમા
અને ચિ માધવભાઈ છે મુંબઈમા છે.
વ્હાલા પૌત્રોને  ૨૦મા જન્મદિનની મબલખ  શુભકામનાઓનો.
તારા દરેક સ્વપ્નો સાકાર થાય,
નવા નવા સોપાનો સર કરતા રહો એવી
દાદી દાદાની અંતરની ખૂબ શુભેચ્છાઓ…!!
સાથે આ પ્રસંગે આ બે ભજનો !

યાચું : હવે આવોને , ઘનશ્યામ !

આવોને ઘનશ્યામ ! ઉરમાં આવોને , મારા રામ !

નેણલે ઝાઝાં નીર ભર્યાં , પણ હૈયું સાવ રે સૂ કું ;

મનવીણા સો સો સૂર સજે , તો યે આતમબીન બસૂ રું .

અંતરની કો લહરલયે , મન !

રટજો શ્રી ભગવાન … ઉરમાં આવોને , મારા રામ !

તન, મન, ઉરે મારાં, નાથ ! નીતરજો આતમરસની રેલી ;

મનમંદિરને રુક્ષ ઝરૂખે વરસો પ્રેમલ હેલી ;

રામનામ રંગે રંગાજો

અંતર આ , અભિરામ !… ઉરમાં આવોને , મારા રામ

તારો ઝીણો શો સ્પર્શ ને ખીલી ઊઠું ;

થપકી મૃદુ તારી અને જાગી ઊઠું હું ;

નેણલે તારે તીખે દાઝી ઊઠું હું ;

ને કટુ તુજ વેણથી છળી હું ઊઠું.

જો દૂર તું  હુંથી કદા ,  ભાંગી પડું ,

અણસાર ના હૈયે ગ્રહું ,  લાજી મરું .

બનું હું રમઝટ આ ઉરતંત્રીની ,

તું જંત્રી મુજ આતમ-ઉરની .

તુજ  ચરણ-કમલની પ્યાસ , પ્રભો !

હો ઉરને અન્ય ન આશ , વિભો !

9 ટિપ્પણીઓ

Filed under Uncategorized