Daily Archives: ઓગસ્ટ 22, 2010

મૃત્યુના સાક્ષાત્કાર ચિત્કાર+Dimly it burns, oh!

મૃત્યુ વિશેની કવિતાઓ અને એ વિશેનું ચિંતન આપણા સાહિત્યમાં અઢળક જોવા મળે છે. મૃત્યુ એ દૈહિક રીતે મર્ત્યાવસ્થા છે, સર્જકો મૃત્યુને જીવનની સફરનો કિનારો, છેડો કે અંત તરીકે નિરૂપતા આવ્યા છે, પરંતુ આ સર્વમાન્ય સ્વરૂપો સિવાય પણ ભારતીય સાહિત્યમાં મૃત્યુ વિશેનું ચિંતન ખૂબ સુંદર અને ભિન્ન સ્વરૂપોમાં જોવા મળે છે. હિન્દી ચલચિત્ર ‘આનંદ’ ની ઉપરોક્ત કવિતા ખૂબ પ્રસિધ્ધ છે અને મૃત્યુ વિશેનો એક તદન અનોખો વિચાર પણ પ્રસ્તુત કરી જાય છે. મૃત્યુને એક કવિતા તરીકે નિરૂપીને કવિ કમાલ કરી જાય છે. સરખામણી થોડીક અલગ છે, પરંતુ સચોટ છે.

मौत तू एक कवीता है…
मुझसे एक कवीता का वादा है मिलेगी मुझको.

डूबती नब्ज़ों में जब दर्द को नींद आने लगे,
ज़र्द सा चेहरा लिए चाँद उफ़क तक पहुंचे,
दिन अभी पानी में हो रात किनारे के करीब,
न अभी अंधेरा हो न उजाला हो…
न रात न दिन…

जिस्म जब खत्म हो और रूह को साँस आए
मुझसे एक कवीता का वादा है मिलेगी मुझको

માનવ જીવ જો પ્રેમ જ ન કરે તો ભલેને દેહ હોય કે જીવ, છે તો એ મૃત્યુ જ.
જઇને

મૃત્યુ એટલે
ઝરણોનું ભળવું સાગરમાં
અને સાગરનું
વાદળ થઈ ગાગરમાં

મૃત્યુ અંત નથી,
વર્તુંળનો છેડો છે.
એ એક અનંત પ્રકાશ છે,
ઉલ્લાસનો ઉજાસ છે

કદાચ એટલે જ હવે
ચિતાનો અગ્નિ
વહાલો લાગે છે….
સોનાની અશુધ્ધિ દૂર કરતા
પાવક શુધ્ધોદક સમો…

.
सितारो को आंखो में महेफ़ूझ रखना
बहोत देर तक रात ही रात होगी
मुसाफ़िर हे हम भी, मुसाफिर हो तुमभी
ईसी मोड पर फ़िर मुलाकात होगी.
સમયનો સૌથી નાનો હિસ્સો ‘ક્ષણ’ કહેવાય છે. આ ક્ષણમાં જિંદગી અને મૃત્યુ બંને છૂપાયેલા છે. જીવનનો અર્થ આ બે વચ્ચે રહેલો છે. ફિલ્મનો સૌથી નાનો હિસ્સો તસ્વીર છે અને તેમાં પણ જીવન અને મૃત્યુ રહેલા છે. આ બંનેમાં જો સમય નામનું તત્વ ઉમેરીએ તો અર્થ સમજાતો જાય છે. તદુનિયામાં સમયે-સમયે એવા નરશ્રેષ્ઠ મનુષ્યો આવતા રહે છે જે વર્ષો જૂના રહસ્યો પરથી પડદો ઉઠાવી માનવતા ઉપર ઉપકાર કરે છે. આવી આત્મજ્ઞાની મહાન આત્માઓ પોતાના જીવનકાળમાં જ યોગ, તપસ્યા, ભક્તિ કે સાધનાના કોઇ અન્ય માર્ગ દ્વારા ચેતનાની ઉચ્ચતમ અવસ્થા પર પહોંચી જાય છે. ચેતનાની તે ઉચ્ચતમ અવસ્થાને જ આત્મજ્ઞાન, કૈવલ્ય અથવા જીવિત મોક્ષના નામે ઓળખવામાં આવે છે. મહર્ષિ પતંજલિ પોતાના અષ્ટાંગ યોગમાં જેને સમાધિની અવસ્થા કહે છે, તે પણ આત્મજ્ઞાનની જ અવસ્થા હોય છે. આવા જ આત્મજ્ઞાની મહાપુરુષો સમાધિની અવસ્થામાં સમયના બંધનમાંથી મુક્ત થઇ જાય છે. તેઓ આ દરમિયાન જ મૃત્યુ પૂર્વેની અને મૃત્યુ બાદની ઘટનાઓને જાણી લે છે. આ યોગસિદ્ધ આત્માઓ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાન અનુસાર મરી રહેલી વ્યક્તિની કંઇક આ પ્રકારની દશા થાય છે-

નિશબ્દ પીડા- મૃત્યુ સમયે મનુષ્યને ખૂબ બેચેનીનો અનુભવ થાય છે. અકળામણની સાથે તકલીફ વધે છે. મૃત્યુ સમયે શરીરની દરેક નાડીઓમાંથી ખેંચાઇને પ્રાણ એક જગ્યા ઉપર એકત્રિત થઇ જાય છે, પરંતુ અનેક વર્ષોની આદતને કારણે તે પ્રાણ ફરીથી નાડીઓમાં એકત્રિત થઇ જાય છે જેના કારણે અસહ્ય ઝટકો લાગે છે. એ ઝટકાનો આઘાત જ પીડા કે કષ્ટનું કારણ છે જે પીડા મરી રહેલી વ્યક્તિને થાય છે. મૃત્યુ પહેલા નિશ્વિત રુપે પ્રાણીને પીડા થાય છે પરંતુ તે સમયની દશામાં તે કંઇ બોલી શકતો નથી .મનષ્યનું અંતિમ લક્ષ્ય તો મોક્ષ પ્રાપ્તિ જ હોય છે. બારમા સ્થાનને મોક્ષસ્થાન માનવામાં આવે છે. મનુષ્યના સંસારમાં આવવા અને જન્મ લેવાના ઉદ્દેશ્યને આપણી જન્મકુંડળીના ક્રમ અનુસાર આ જ તથ્યને વ્યક્ત કરે છે.દેહ આથમે ત્યારે શ્વાસ અજવાળાં પહેરીને ઊભા રહે છે. પાસે બળતા દીવાનું અજવાળું? ક્ષરલોકના અંધારેથી નીકળીને અક્ષરલોકના અજવાળાંની યાત્રા?
तमसो मा ज्योतिर्गमय ?
જન્મ-મૃત્યુ છે મત્લાને મક્તો ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય, રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.‘શૂન્ય’ પાલનપૂરીરુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું આવી ઊભું જોઈને લખાયું છે. અહીં લય લોકગીતનો છે પણ ભાવ છે શોકગીતનો. મૃત્યુની સાક્ષાત્ અનુભૂતિ તો કદાચ અકળ છે પણ એ આંખ સામે આવીને ઊભું હોય ત્યારે જે સંવેદના થાય એનો મૃત્યુના સાક્ષાત્કાર સમો લવચિક છતાં બળકટ ચિતાર ચિત્કાર કર્યા વિના કવિએ અહીં આપ્યો છે.

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે,
અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે,
રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને
સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને
રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,
લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને
આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને,
રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને,
તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે,
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મકતા ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય ,
ગાય છે ‘શુન્ય’ ખુદની હજૂરે ગઝલ.

Dimly it burns, oh!

Dimly the flame burns,

The light of my inner lamp

Ever so dimly burns!

The cavern of this mind forlorn

Is pining for I know not what;

The sinking solitary sieving eve

Doth cast the pinkish glow ashore.

Time it is for this cooing self

To greet departing withering bye;

Where from, then, this lurking light

Gushed glowing in this heart supine?

Right on the brink of this mutinous self

Some hidden pining warmth doth peek

Making this heart lightly blink,

I know not why, with a hidden hint.

Come, me Lord! Come; greet the doors

Of this lonesome, solitary seething self

Long pining in its secluded serge;

A solace be to this heaving elf !

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized