Daily Archives: સપ્ટેમ્બર 3, 2010

તપું તુજ સૌમ્ય સહારે રે !

ભણકારા વાગે ;  હો જી રે મને ભણકારા વાગે !

આતમનો મારો દીવડો ફરુકે ,

અંતરે ઓજસ રાજે રે ! … જી રે મને …

કાયા તણી મારી કાંતિ વિરામી ,

ઊમટી અંતરીએ શી આંધી જી ;

મનમંદિરિયું સાવ રે સૂનું ,

હૈયું તો યે હામ ન હારે રે ! … જી રે મને …

ડગુમગુ પગે પેલો પંથ ખૂટે ના ,

આંખ્યું અંધારે રે ઘેરાણી જી ,

ગાત્ર ગળે , હૈડે હાંફ ન માયે ,

વાધું છાને કોક અણસારે રે ! … જી રે મને …

તન-મન-ઉરે મારાં તેજ ભરો , વ્હાલા !

અલખની જ્યોત ઝગાવો જી ,

હાર-જીતે કૂળી સમતા હું ધારું ,

તપું તુજ સૌમ્ય સહારે રે ! … જી રે મને

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized