Daily Archives: સપ્ટેમ્બર 4, 2010

અમારી અનેરી અનેરીનેવર્ષગાંઠના અભિનંદન/ the worldly bounds.

અમારી અનેરી અનેરીને તેને ગમતા વિચારોથી વર્ષગાંઠના અભિનંદન
પરમાત્મા અંગે તને ગમતા વિચારો …રવીન્દ્રનાથ ટાગોર
અહમ છે શા માટે ? એ અહમને લીધે આત્મા જગતની કોઈ પણ વસ્તુને મારી કહેવા શા માટે ઈચ્છે છે ? એનું એક કારણ છે. ઈશ્વર જેનું સર્જન કરે છે તેને માટે તેણે કશાનો જ સંગ્રહ કરવો પડતો નથી. તેનો આનંદ સ્વાભાવિક રીતે જ દાનરૂપે ફેલાતો હોય છે. આપણામાં કંઈ એવી શક્તિ નથી. દાન કરવું હોય તો આપણને ઉપકરણની જરૂર પડે છે. અને એ ઉપકરણ કંઈ આપણે કેવળ આનંદ વડે સર્જી શકતા નથી. ત્યારે મારો અહમ ઉપકરણ સંગ્રહ કરી લાવે છે. તે જે કંઈ ભેગું કરે છે તેને મારું કહે છે. કારણ, તેને અનેક મુશ્કેલીઓ વટાવીને સંગ્રહ કરવો પડે છે, એ બાધાઓને વટી જવામાં તેને શક્તિનો ઉપયોગ કરવો પડે છે. એ શક્તિ દ્વારા એ ઉપકરણ ઉપર તેનો અધિકાર જન્મે છે.શક્તિ દ્વારા અહમ કેવળ સામગ્રી ભેગી કરે છે એટલું જ નહિ, તે સામગ્રીને વિશેષ ભાવે ગોઠવે છે, તેને એક વિશેષત્વ અર્પીને ખડી કરે છે. તે વિશેષત્વ અર્પવા દ્વારા તે જે કંઈ નિર્માણ કરે છે તેને તે પોતાની વસ્તુ કહીને ગૌરવ લે છે. એ ગૌરવ ઈશ્વર તેને લેવા દે છે. એ ગૌરવ જો તે નહિ ભોગવી શકતો હોય તો પછી તે દાન શી રીતે કરે ? જો કશું તેનું ‘મારું’ (પોતાનું) ન હોય તો તે આપે શું ? એટલે દાનની વસ્તુને પહેલાં એક વાર ‘મારી’ કરી લેવા માટે આ અહમની જરૂર હોય છે. વિશ્વજગતના સર્જનહાર ઈશ્વરે કહી મૂકેલું છે કે જગતમાં જેટલાને મારો આત્મા આ અહમના કૂંડાળા વડે વીંટી લઈ શકે તેને તે ‘મારું’ કહેવા દેશે – કારણ, એને વિશે જો મમત્વનો અધિકાર ન જન્મે તો તો આત્મા બિલકુલ દરિદ્ર રહી જાય. તે આપે શું ? વિશ્વભુવનમાં કશું એવું નથી જેને તે ‘મારું’ કહી શકે.ઈશ્વર એ બાબતમાં પોતાનો હક ખોવા રાજી થયો છે. બાપ જેમ નાના બાળક સાથે કુસ્તીની રમત રમતાં રમતાં જાણીજોઈને હાર માનીને પડી જાય છે, નહિ તો રમત જ ન ચાલે, સ્નેહનો આનંદ જ ન જામે, બાળકના મોઢા ઉપર હાસ્ય જ ન ફૂટે, તે હતાશ થઈ જાય; તે જ રીતે ઈશ્વર આપણા જેવા અનધિકારી દુર્બળની આગળ એક બાબતમાં હાર કબૂલી લે છે, એક બાબતમાં તે હસતે મુખે બોલવા દે છે કે આપની જ જીત છે, બોલવા દે છે કે આપણી શક્તિને લીધે જ એ બન્યું છે, બોલવા દે છે કે ધનદોલત બધું આપણું જ છે, આપણી જ આ સસાગરા વસુન્ધરા છે. તે એટલું જો ન કરવા દે તો તો તે જે રમત રમે છે તે આનંદની રમતમાં, તે સર્જનની રમતમાં આપણો આત્મા બિલકુલ જ ભાગ ન લઈ શકે. તેણે રમત બંધ કરીને હતાશ થઈને ગુપચુપ બેસી રહેવું પડે. એટલા માટે તે ખિસકોલીની પીઠ ઉપર કરુણાપૂર્ણ હાથ ફેરવીને કહે છે કે બેટા ! કાલસમુદ્ર ઉપર તું પણ સેતુ બાંધે છે ખરો, શાબાશ છે તને.

ઈશ્વરે આપણને આ જે બોલવાનો અધિકાર આપેલો છે તે શા માટે આપેલો છે ? એનો ચરમ ઉદ્દેશ શો છે ? એનો ચરમ ઉદ્દેશ એ છે કે પરમાત્માની સાથે આત્માને જે એક સમાન ધર્મ રહેલો છે તે ધર્મ સાર્થક થાય. તે ધર્મ એટલે સર્જનનો ધર્મ, દેવાનો ધર્મ. દેવાનો ધર્મ એટલે જ આનંદનો ધર્મ. આત્માનું સાચું સ્વરૂપ આનંદમય સ્વરૂપ છે – તે સ્વરૂપે તે સૃષ્ટિકર્તા અર્થાત દાતા છે. તે સ્વરૂપે તે કૃપણ નથી, તે ભિખારી નથી. અહમ દ્વારા આપણે ‘મારી’ વસ્તુ ભેગી કરીએ છીએ, નહિ તો દાન કરવાનો આનંદ મ્લાન થઈ જાય.નદીનું પાણી જ્યારે નદીમાં હોય છે ત્યારે તે સૌ કોઈનું હોય છે – જ્યારે મારા ઘડામાં ભરી લાવું છું ત્યારે તે મારું પાણી બને છે, ત્યારે તે પાણી મારા ઘડાના વિશેષત્વને લીધે સીમાબદ્ધ થઈ જાય છે. કોઈ તરસ્યા માણસને જો હું કહું કે નદીએ જઈને પાણી પી લે તો મેં જલદાન કર્યું ન કહેવાય – જો કે એ પાણી મબલક છે, અને નદી પણ દૂર નથી. પણ મારા ઘડામાંથી એ નદીનું જ પાણી એક ચાંગળું આપું તોયે તે જલદાન કર્યું કહેવાશે. વનનાં ફૂલ તો દેવતાની સામે જ ફૂટેલાં છે. પણ તેને મારી છાબડીમાં ગોઠવીને એક વાર મારાં બનાવી દઉં ત્યાર પછી જ તેના વડે દેવતાની પૂજા થઈ શકે છે. દેવતા પણ ત્યારે હસીને કહે છે, હા, તારાં ફૂલ મને પહોંચ્યાં. એ હાસ્યથી જ મારું ફૂલ તોડવાનું સાર્થક થઈ જાય છે. અહમ આપણો એ ઘડો, એ છાબડી છે. તેમાં જે આવી પડે તેને જ ‘મારું’ કહેવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય છે – એક વાર એ અધિકાર પ્રાપ્ત થયા વગર દાનનો અધિકાર પ્રાપ્ત થતો નથી. એટલે આપણે જોઈએ છીએ કે અહમનો ધર્મ જ સંગ્રહ કરવાનો, સંચય કરવાનો છે. તે આખો વખત લે લે જ કરે છે. અમુક મળ્યું એથી જેમ જેમ તે ગૌરવ અનુભવે છે તેમ તેમ તેનો લેવાનો આગ્રહ વધતો જાય છે. અહમનો જો આ રીતે બધી જ વસ્તુ ઉપર પોતાનું નામ, પોતાની મહોર છાપવાનો સ્વભાવ ન હોત તો આત્માનું સાચું કાર્ય ચાલત જ નહિ, તે દરિદ્ર અને જડ જેવો બની જાય.પણ અહમનો આ લેવાનો ધર્મ જ જો સર્વેસર્વા બની જાય, આત્માનો દેવાનો ધર્મ જો ઢંકાઈ જાય, તો કેવળ માત્ર લેવાની લોલુપતાને લીધે આપણું દારિદ્ર બીભત્સ બની જાય. પછી આત્મા નજરે જ ન પડે. અહમ જ સર્વત્ર ભયંકર બનીને દેખા દે. પછી મારું આનંદમય સ્વરૂપ ક્યાં રહે ? પછી તો કેવળ ઝઘડા, કેવળ રુદન, કેવળ ભય અને કેવળ ચિંતા રહે. પછી છાબનાં ફૂલ લઈને આત્મા પૂજા કરવા પામતો નથી. અહમ કહે છે કે એ બધું જ મારું છે. તે માને છે કે બધું મને મળ્યું છે. પણ છાબનાં ફૂલ કંઈ વનનાં ફૂલ નથી કે કદી ખલાસ ન થઈ જાય, રોજ રોજ નવાં નવાં ફૂટ્યા કરે. મને મળ્યાં એમ કરીને તે જ્યાં નિશ્ચિંત બને છે ત્યાં જ ફૂલ કરમાવા માંડે છે. બે દિવસમાં તો કાળાં પડીને રોળાઈને ધૂળમાં મળી જાય છે, મળ્યાં હતાં એ વાત બિલકુલ પોકળ બની જાય છે. ત્યારે આપણને સમજાય છે કે પામવું, લેવું એ કદી કાયમનું હોઈ શકતું નથી. આપણે પામીશું, લેશું, પોતાનું કરીશું, પણ તે કેવળ આપવાને માટે. લેવું તે કેવળ આપવા માટે જ છે – અહમ કેવળ અહંકારનું વિસર્જન કરવા માટે જ છે. પોતાની તરફ એક વાર ખેંચી લાવીએ તે વિશ્વ તરફ વિસર્જન કરવા માટે જ. ધનુષ ઉપર તીર મૂકીને પહેલાં તેને આપણા તરફ ખેંચીએ છીએ તે કંઈ પોતાને વીંધવા માટે નથી ખેંચતા, સામે છોડવા માટે ખેંચીએ છીએ.

એટલે હું કહેતો હતો કે અહમ જ્યારે તેના પોતાના સંચય લાવીને આત્માની સામે ધરશે ત્યારે આત્માએ કહેવું પડશે કે ના, એ મારું નથી, હું એ નહિ લઉં. એ બધું બહાર રાખવું પડશે. બહાર આપવું પડશે, એની એક કણી પણ હું અંદર નહિ લઉં. અહમના આ બધા સતત ચાલતા સંચય વડે આત્મા બંધાઈ રહે એ નહિ ચાલે. કારણ, એ બદ્ધતા આત્માની સ્વાભાવિક નથી. આત્મા દાન વડે મુક્ત બને છે. ત્મા જેમ સૃષ્ટિ વડે બંધાયેલો નથી, તે સૃષ્ટિ વડે જ મુક્ત છે, કારણ તે લેતો નથી, આપે છે, તે જ રીતે આત્મા પણ અહમની રચના વડે બંધાવાને જન્મેલો નથી, એ રચનાઓ વપરમાડે જ તે મુક્ત થશે, કારણ, એ રચનાઓનું જ તે દાન કરશે. એ દાન દ્વારા જ તે યથાર્થ રીતે પ્રગટ થશે. ઈશ્વરનું પણ આનંદરૂપ, અમૃતરૂપ વિસર્જન દ્વારા જ પ્રગટ થાય છે. એટલા માટે અહમ ત્યારે જ આત્માનો સાચો આવિર્ભાવ બને છે જ્યારે આત્મા તેનું વિસર્જન કરે છે, જ્યારે આત્મા પોતે જ તેને ગ્રહણ નથી કરતો.

Laminar flame of a burning candle.

ll you are asked to do is keep this circulating.
Even if it’s only to one more person.
In memory of anyone you know who has been

struck down by cancer or is still living with it.
A Candle Loses Nothing by Lighting Another Candle.

Please Keep This Candle Going

This was what I perceived:

From the very depth of nothingness, – that nothingness which had in its embryo not even the glimpse of the slightest prognostic formation, – there emerged a deep, dark, unfathomable hollow negation that profiled itself against some hidden oblivious positivity, giving rise to a  beauteousmost lotus-like proliferation that came into an exuberant existence full of multicolored magnanimity. And what magnificent beauty did that amazingly colored lotus exhibit,- a lotus so very big and freshly blooming, as much in the magnanimity of its size as in its colors, colors mainly glittery, gleaming purple, tinged with a lively golden hue shaded with silvery blue tone! From that colorful propagation, there emanated undulating tiny silvery threads, vividly pulsating and prolonging themselves into a vast expanse, forming at the same time zillions of multi-dimensional hexagonal shapes of uniformly rhythmic sizes mainly of effervescent golden-violet with some outstandingly shining hue disseminating themselves in boundless magnanimity covering all the boundaries of some self-promulgated existence. It was not just some light beaming in its radiant luminosity. It was Life itself that had come to liveliness, liveliness deep and profound, the unfurling outspreading Life from which sprang up a brilliantly coloured galaxy vivaciously circling and expanding itself, munificently pervading the boundless bounds. The whole panorama filled itself with luminous waves of molten silver, an effulgent ocean of freshly Awakened Consciousness, the Consciousness that went on expanding around and ahead, covering all the directions, giving rise to other similar forms and figures of multicolored shining hue mainly of silvery gold, advancing spontaneously for miles and miles on end. This again went on extending while being linked by innumerable other similar silvery threads from which again started proliferating similar multidimensional forms of uniform shapes and sizes. And lo, there again originated another brilliantly colored galaxy expanding radiantly in the boundless expanse. Thus did the panorama continue unfolding itself  into galaxy after galaxy after galaxy till the sprightly proliferation went on expanding in search of the very zenith of creation extending itself to such an unendurable length of time and space that my potential to digest the timelong phenomena reached the very acme of endurance. The spectacular marvel reached a stage where I could endure the magnitude of the stupendous phenomenon no more. My head felt like bursting itself on account of the incredible stress it was weighed down with. The impact of the stunning happening was so great on me that unable to endure it any longer I gave out a shout lest my brain should rip itself open. And I found myself seated in my bed, quite involuntarily too, to see Prafullbhai at the door of my room. But shaken as I was right from the bottom of my being, unable to control myself, I started vainly elucidating the phenomenon in the words that simply would not articulate the way they should. And thoroughly out of coherence, I kept on mumbling: ‘Oh, what a wonderment! How very breath-taking! It was fabulous! Spectacular! Marvelous! Astounding! Stupendous! Oh, how do I explain it? Oh!’  And in time, I came to my senses and to the surface of the worldly bounds.

Leave a comment

Filed under Uncategorized