Daily Archives: સપ્ટેમ્બર 5, 2010

…અંતરની શુભેચ્છાઓ અને આશીષ.


ચિ સૌ કલ્યાણી,
આજે તારી ૫૦મી વર્ષગાંઠના દિને અમારી અંતરની  શુભેચ્છાઓ
અને આશીષ.
આજે તને યાદ કરી તને ગમતું અને જે રાગ ખમાજમા તું ગાય છે
ત્યારે અમારા બધાની આંખ ભીની થાય છે તે ગીત મોકલું છું
ચિ પરેશ,કેશવ-માધવને શુભાશીષ
લી મમ્મી-પપ્પા

કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા…રાગ ખમાજ-કવિ નાથાલાલ દવે

ધોમધખતા ઉનાળામાં પણ માટીના વાસણમાં ભરેલુ પાણી ૨૪ કલાક ઠંડુગાર રહેતુ હોય છે. જે એક કુદરતે માટીમાં મુકેલી કુદરતી દેણ છે.કાચી માટીના કણમાંથી કલાને નિખારતા ચીકણી માટી વડે બનતા વિવિધ પ્રકારના વાસણોની સદા માંગ રહે છે. દિવસે દિવસે તેમાં અનેક ફેરફારો થતા રહ્યા હોય અતિ આધુનિક વસ્તુઓને કલાના કારીગરો આખરી ઓપ આપતા હોય છે.’વેળા એવી વીતી રે વેદનતણી’ -જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે  જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી
સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને
તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે !
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
કે ધણી ધડે ઝૂઝવા રે  ઘાટ
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ…
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
કર્મે લખીયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
જાંળુ સળગે ચોમેર..
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
વેળા એવી વીતી રે વેદનતણી
ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકા પંડ રે પરમાણ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
હરિએ હળવેથી લીધા અમને હાથમાં
રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

આવો ; ના તલસાવો અવ રે !

અંતરપ્યાસ બુઝાવો , રામ !

વણ છીપી ઉરતૃષા મિટાવો ;

હાથ ગ્રહો , અભિરામ ! … અંતરપ્યાસ …

જલ અગાધ ;  તલ અતલ , અદીઠાં ,

ટૂંકી જીવનસેર ;

શું રે કરું ? મુજ પાત્ર પરિમિત ;

જીવવું તે શી પેર ?

આશ ગઈ , મુજ પ્યાસ છીપી ના ,

કંઠે પ્રાણ રુંધાય ;

જીવનઝરણ ઝરે ન બુંદ , મુજ

હૈડે હાંફ ન માય !

આજ રહ્યો ના સાથ સદા જે –

ઊંડો એ અણસાર !

નોંધારો ! કરનાડ , નાથ ! લો ;

હામ ના ઉરે લગાર .

તડપું , તલસું , કંઠ રુંધાતો ;

જીવને એક જ ખેવ :

ઉર ધારો , પ્રભુ ! ના ઠુકરાવો ;

શરણ ગ્રહો , ગુરુદેવ !

આવો ; ના તલસાવો અવ રે !

ક્યાં સરતું મુજ ધામ ?

વિનવું , દેવ ! દવો શેં દિલને ?

હાથ ગ્રહો  ;   અભિરામ !

1 ટીકા

Filed under Uncategorized