મુજ મનમંદિરમાં નિત્ય નિવસજો ,

અભિરામ હજો મુજ જીવનસાર ;

અભિરામ રહો જીવન આધાર ;

મુજ રોમ-રોમ રટજો  અભિરામ ;

મુજ અંગે અંગ તપો , અભિરામ !

અભિરામ જીવનનું ગુંજન હો ,

અભિરામ જીવન અવલંબન હો ,

નિ:સાર સર્વ બિન શ્રી અભિરામ ;

સંસાર-સાર એક જ   અભિરામ .

હો અમૃતતત્વ અજર અભિરામ ,

મૃત્યુંજય મંત્ર અમર અભિરામ ,

મમ હો દુઃખભંજન , શ્રી અભિરામ !

બસ હો મનરંજન શ્રી અભિરામ !

મુજ મોહથકી રંજિત લોચનનું

હો નેત્રાંજન શ્રી અભિરામ ;

આ માયાઘેર્યાં અંતરતમનું

હો ઉર-મર્દન શ્રી અભિરામ .

મુજ મનમંદિરમાં નિત્ય નિવસજો ,

મધુર મંત્ર જય શ્રી અભિરામ !

મુજ જીવનતત્વ બની ઉર તપજો ,

અમર સંત જય શ્રી  અભિરામ !

નિરવ રવે રટજો રજની-દિન

એક મંત્ર ઉર , શ્રી  અભિરામ !

બસ એક કામ , મમ એક ધામ ,

ઉર એક નામ :  જય શ્રી  અભિરામ !

1 ટીકા

Filed under Uncategorized

One response to “મુજ મનમંદિરમાં નિત્ય નિવસજો ,

 1. મુજ રોમ-રોમ રટજો અભિરામ;
  મુજ જીવનતત્વ બની ઉર તપજો,
  બસ એક કામ , મમ એક ધામ,
  ઉર એક નામ, જય શ્રી અભિરામ!
  આ માયાઘેર્યાં અંતરતમનું
  મુજ મોહ થકી રંજિત લોચનનું
  હો નેત્રાંજન શ્રી અભિરામ ;
  અભિરામ હજો મુજ જીવનસાર;

  Prayer to Thy…..
  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.