Daily Archives: સપ્ટેમ્બર 21, 2010

અલખની ધૂને સ્વાંત સજીને ભેખની કંથા દિલે ધરીને

પ્રભુ ! મારી ઝોળી જુગ-જુગ ખાલી  !

મનમંદિરનાં દ્વાર બીડેલાં ,

અંતર  તિમિર છવાયાં ઘેરાં ,

કામ-ક્રોધનાં પડળ પુરાણાં ,

શી વિધ નાથ બનું તુજ સંગી ? .. પ્રભુ મારી …

ગહન સ્તરો જડતાનાં વીંધી ,

ઉરના કૂડા ભાવ વિદારી ,

આત્મતેજની નવલખ ધારે

રસજો ઉર મુજ ,  અંતરયામી ! .. પ્રભુ મારી …

એક ભરોસો તારો , વિભુવર !

તુજ વિણ અન્ય ન આરો, રઘુવર!

તુજ નેહે મુજ દિલ-મન દમકો,

રહું દ્વાર તુજ બની પૂજારી. .. પ્રભુ મારી …

અલખની ધૂને સ્વાંત સજીને

ભેખની કંથા દિલે ધરીને

મનમ્હોર્યા સહુ મોહ ફગાવી

ઊભો ધરી ઝોળી , બહુનામી !

પ્રભુ ! મારી ઝોળી જુગ-જુગ ખાલી .

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized