અલખની ધૂને સ્વાંત સજીને ભેખની કંથા દિલે ધરીને

પ્રભુ ! મારી ઝોળી જુગ-જુગ ખાલી  !

મનમંદિરનાં દ્વાર બીડેલાં ,

અંતર  તિમિર છવાયાં ઘેરાં ,

કામ-ક્રોધનાં પડળ પુરાણાં ,

શી વિધ નાથ બનું તુજ સંગી ? .. પ્રભુ મારી …

ગહન સ્તરો જડતાનાં વીંધી ,

ઉરના કૂડા ભાવ વિદારી ,

આત્મતેજની નવલખ ધારે

રસજો ઉર મુજ ,  અંતરયામી ! .. પ્રભુ મારી …

એક ભરોસો તારો , વિભુવર !

તુજ વિણ અન્ય ન આરો, રઘુવર!

તુજ નેહે મુજ દિલ-મન દમકો,

રહું દ્વાર તુજ બની પૂજારી. .. પ્રભુ મારી …

અલખની ધૂને સ્વાંત સજીને

ભેખની કંથા દિલે ધરીને

મનમ્હોર્યા સહુ મોહ ફગાવી

ઊભો ધરી ઝોળી , બહુનામી !

પ્રભુ ! મારી ઝોળી જુગ-જુગ ખાલી .

4 ટિપ્પણીઓ

Filed under Uncategorized

4 responses to “અલખની ધૂને સ્વાંત સજીને ભેખની કંથા દિલે ધરીને

 1. પોતાની સ્થિતિ અને મનની પરમ તત્ત્વને પામવાની ઉત્કંઠા ખૂબ મનનીય રીતે
  પ્રાર્થના ભાવે ગાઈ છે. very nice
  રમેશ પટેલ(આકાશદીપ)

 2. chandravadan

  A Desire to be with the “Param Tatva”in this Rachana !
  And…your Email to Dr. Rajendrabhai and my Response to him>>>
  પ્રજ્ઞાજુબેનના શબ્દો સાથે…..
  મારો જીવન પ્રત્યેનો અભિગમ સાવ જ બદલાય, હું ખેરેખર બદલાય છું,
  ગમે તેવી તકલીફો વચ્ચે પણ દરેક પળ ઉલ્લાસપૂર્વક માંણું છું ,
  હવે, હું જેવી હતી તેવી નથી રહી, એ જ એક હકીકત છે,
  આવા મારા પરિવર્તનમાં મને ખુબ જ આનંદ છે !
  જ્યારે, તકલીફો ના હોય ત્યારે પણ સારી નબળી ઘટનાઓને હું સ્વીકારૂં છું
  અહી, મુજ-નવજીવનની ચાવી સાથે હું જાણે “પરમ તત્વ”નજીક છું !
  >>>>>ચંદ્રવદન
  Nice Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Pragnajuben….Thanks for your visits/comments on Chandrapukar !

 3. ભજન..પ્રાર્થના ..કાવ્ય.ગીત જે નામ આપો તે..નામરૂપ જૂજવા…
  પણ હેમ તો સો ટચનું…
  ખૂબ સરસ ભાવ….

 4. સુરેશ જાની

  આ તડપન ગાવી સહેલી છે. અનુભવવી તે ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.