શૈલ્ય સમે હૈયે નિર્ઝરજો પ્રેમલ પૂર અપાર રે !

મારાં હૈયાનાં દ્વાર , દેવ !  ખોલજો રે!

મારું અંતર ઉજાળો  !

મારું અંતર ઉજાળો ,

મોહપૂંજો નિવારો ,

દૃગનાં નીરને પખાળો  ;

મારે હૈયે ઝગાવો દિવ્ય ચેતના રે !

અંધારે અંતર આ ઊમટો ભાવ તણા ભંડાર !

શૈલ્ય સમે હૈયે નિર્ઝરજો પ્રેમલ પૂર અપાર રે !

નૈના નિરખો ઊંડેરું  !

નૈના નિરખો ઊંડેરું ,

આતમ ઊડજો ઊંચેરું ,

ઉરનું ટળજો અંધારું !

કૂળી કરુણાનો દિલમાં દીપક ચેતવો રે !

પુલક પ્રગટ કરજો મુજ રોમે રોમ સદૈવ , દયાળ !

ભાવભૂલ્યાં હૈયે આ પ્રકટો કોમલ દિવ્ય પ્રભાત રે !

જીવન જેથી ઉજાળું .

જીવન જેથી ઉજાળું ,

પુનિત પંથે સિધારું ,

દુઃખડાં દમતાનાં હા રું ;

હામ હૈયામાં રહેજો જીવન ઝૂમવા રે !

મારાં હૈયાનાં દ્વાર , દેવ ! ખોલજો રે !

1 ટીકા

Filed under Uncategorized

One response to “શૈલ્ય સમે હૈયે નિર્ઝરજો પ્રેમલ પૂર અપાર રે !

 1. જીવન જેથી ઉજાળું ,

  પુનિત પંથે સિધારું ,

  દુઃખડાં દમતાનાં હા રું ;

  હામ હૈયામાં રહેજો જીવન ઝૂમવા રે !

  મારાં હૈયાનાં દ્વાર , દેવ ! ખોલજો રે !
  ..મારું અંતર ઉજાળો ,very nice
  Ramesh Patel(Aakashdeep)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.