હે મમ જીવનાધાર !
તુજ બિન અન્ય ન હો ભણકાર.
હે મુજ ખેવનહાર !
ઉરમાં તું જ રહો ધબકાર . … હે મમ જીવનાધાર !
અંતરના સૌ મલિન સ્તરોને
વેગે નાથ વિદારો ,
સૌમ્ય , શુચિ તવ કરુણાનીરથી
મનના મેલ પખાળો ;
નિર્ઝરતી એ સુરમ્ય સેરે
ઝરજો નવરસધાર. .. હે મમ જીવનાધાર !…
કરુણાને તવ કોમલ કિરણે
મનમહેરામણ મહોરો ,
પ્રગટો દિવ્ય પ્રભા જીવને આ ,
પરિપૂત પ્રાણ પરાગો .
રેલજો અવિરત અમીરસ ધાર,
તું જ હો રોમરોમ રણકાર. .. હે મમ જીવનાધાર !…
આડે ઊભું અંતરપટ આ
અવ તો , નાથ , નિવારો !
હાથ ગ્ર હી મુજ દોર જીવનની
ભવજલ પાર ઉતારો .
આતમની તુજ દિવ્ય પ્રભા
ઉર તપજો ; પ્રાણાધાર ! .. હે મમ જીવનાધાર !…
તુજ બિન અન્ય ન હો ભણકાર………….
મનના મેલ પખાળો ;……………
રેલજો અવિરત અમીરસ ધાર,…..
હાથ ગ્ર હી મુજ દોર જીવનની
ભવજલ પાર ઉતારો ……..
Very Nice Post with the Poem of the DIVINE MESSAGE !
Liked the Post !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Pragnajuben..Thanks for your 1st Comment for “Dermatology” Post. Please DO revisit my Blog !
True Prayer.
હે મમ જીવનાધાર !
તુજ બિન અન્ય ન હો ભણકાર.
હે મુજ ખેવનહાર !
ઉરમાં તું જ રહો ધબકાર.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
સૌમ્ય , શુચિ તવ કરુણાનીરથી
મનના મેલ પખાળો ;
નિર્ઝરતી એ સુરમ્ય સેરે
ઝરજો નવરસધાર. .. હે મમ જીવનાધાર !…
……………………..
સરસ પ્રાર્થના. પરમ ભગવદ શક્તિને ખૂબ જ નજીકથી
નીરખી હૃદયમાંથી વહેતી વિચાર ધારાને, આપે સરસ મોતી જેવા
શબ્દો વડે મનનીય પ્રાર્થના કરી છે. એક ઊંચી કક્ષાની અભિવ્યક્તિ.
રમેશ પટેલ(આકાશદીપ)
પિંગબેક: પ્રમુખશ્રીનો સંદેશ : WebGurjari.in
પિંગબેક: વૅ ગુના સંસ્મરણો -૧૧ પ્રથમ પાના પરની પ્રાસ્તાવિક વાતમાં પ્રમુખશ્રીનો સંદેશ | niravrave નિરવ રવે-સહજ ભાવ
પિંગબેક: વૅ ગુના સંસ્મરણો -૧૧ પ્રથમ પાના પરની પ્રાસ્તાવિક વાતમાં પ્રમુખશ્રીનો સંદેશ | નીરવ રવે