Daily Archives: ઓક્ટોબર 8, 2010

હરપળ તું જ રહો દિલદ્વારે…

હે મુજ તારણહાર !

http://drmanwish.files.wordpress.com/2008/09/amba1.gif

નારી શક્તિ તે મર્યાદાની દયાની અને પ્રેમની મૂર્તિ રૂપ તો છે જ, પણ સાથે તેનામાં શૌર્ય શક્તિ અજોડ છે. સમય આવ્યે વિરાંગના બની તલવાર યુદ્ધમાં નારી શસ્ત્રો ઉપાડવામાં ડરપોક નથી બની . જ્યારે જ્યારે દેશને દુઃખ દેવા રાક્ષસોના ટોળા ભારતમાં સજીવન થયા છે, ત્યારે ભારતીય નારી ચંડી કે ચામુંડા સ્વરૂપે લાખોની સંખ્યામાં દૈત્યો, દાનવો કે અભિમાની રાજાઓનો વિનાશ નોતર્યો છે. આ મુળ શક્તિ શંકરની શક્તિ છે અથવા વિરાટ વિશ્વકર્માની પૃથ્વી નિર્માણ સમયની મુળ આદ્યશક્તિ છે જેમાંથી જગત ઉત્પન્ન થયું છે. આવી મહાશક્તિ આરાધના કરવાના દિવસો તો નવરાત્રિના નવલા દિવસો નવ નોરતાં. તે શક્તિ આરાધનાના દિવસો છે.
સર્વ મંગલે માંગલ્યે શિવે સર્વાધી સાધીકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે

જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા મા
— જયો જયો મા જગદંબે

દ્વિતીયા બેઉ સ્વરૂપ શિવશક્તિ જાણુ મા શિવશક્તિ જાણુ
બ્રહ્મા ગણપતિ ગાયે [૨] હર ગાયે હર મા
— જયો જયો મા જગદંબે

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી [૨] તું તરવેણી મા
— જયો જયો મા જગદંબે

ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા [૨]
ચાર ભૂજા ચૌ દિશા [૨] પ્રગટ્યા દક્ષિણમા
— જયો જયો મા જગદંબે

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા મા પંચમી [૨]
પંચ તત્વ ત્યાં સોહીએ [૨] પંચે તત્વો મા
— જયો જયો મા જગદંબે

ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, મા મહિષાસુર [૨]
નરનારીના રૂપે [૨] વાપ્યાં સઘળે મા
— જયો જયો મા જગદંબે

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી મા સંધ્યા [૨]
ગૌ ગંગા ગાયત્રી [૨] ગૌરી ગીતા મા
— જયો જયો મા જગદંબે

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા મા આઈ [૨]
સુરનર મુનિવર જન્મ્યા [૨] દેવો દૈત્યો મા
— જયો જયો મા જગદંબે

નવમી નવકુળ નાગ,સેવે નવદુર્ગા મા સેવે [2]
નવરાત્રિના પૂજન શિવરાત્રિના અર્ચન કીધાં હરબ્રહ્મા
— જયો જયો મા જગદંબે
દશમી દશ અવતાર, જય વિજયા દશમી મા જય [2]
રામે રામ રમાડ્યા [2] રાવણ રોળ્યો મા
— જયો જયો મા જગદંબે

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા કાત્યાની [2]
કામ દુર્ગા કાલિકા [2] શ્યામા ને રામા, મા
— જયો જયો મા જગદંબે

બારશે બાળા રૂપ બહુચરી અંબા મા,મા બહુચરી [2]
બટુક ભૈરવ સોહે કાળ ભૈરવ સોહે તારા ચાચર મા
— જયો જયો મા જગદંબે

તેરસે તુળજા રૂપ તું તારૂણી માતા મા તું [2]
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ [2] ગુણ તારા ગાતા મા
— જયો જયો મા જગદંબે

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા મા ચંડી [2]
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો સિંહવાહિની મા
— જયો જયો મા જગદંબે

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો [2]
વસિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા
— જયો જયો મા જગદંબે

સંવત સોળ સત્તવન, સોળસે બાવીશ મા [2]
સંવત સોળે પ્રગટ્યા [2] રેવાને તીરે, ગંગાને તીરે
— જયો જયો મા જગદંબે

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા કંકાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીયે [૨] ક્ષમા કરો ગૌરી
— જયો જયો મા જગદંબે

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે મા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી [૨] સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે
— જયો જયો મા જગદંબે

પળ નવ ટળજો તવ સથવાર.

મુજ અંતરના આધાર !

હરો મમ ભવરણ કેરો ભાર . … હે મુજ …

અંતર આ દમકો બસ આશા ,

તું જ રહો મમ પ્રેમપિપાસા ,

ઉરઝરણે તવ વસી નિરંતર

ઝરપું અમીરસ ધાર. …. હે મુજ …

રહો દિલે આ પ્રેમલ ઝરણી ,

વિના પ્રેમ કો હો નવ તરણી ;

અંતરતમને વિમલ ઝરુખે

ઝળકો દિવ્ય પ્રભાત. …. હે મુજ …

તું મુજ આશ , તું જ મમ જીવન ,

તું જો ના , સૂનું આ મરુસ્થળ ,

હરપળ તું જ રહો દિલદ્વારે

મધુરો નવ-ધબકાર. … હે મુજ …

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized