શરદ પૂર્ણિમાનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક…

શરદ પૂર્ણિમાનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક. આ દિવસે ચન્દ્ર પૃથ્વીની નજીક આવે છે. શરદપૂર્ણિમાને દિવસે ચન્દ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે. એની સોળ કળાઓ છે અમૃતા, મનાદા,પૂષા, પુષ્ટિ, તુષ્ટિ, રતિ,ધૃતિ, રાશિની, ચન્દ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, અંગદા, પૂર્ણા અને પૂર્ણામૃતા…તારા વિના શ્યામ મને એકલડું લાગે
રાસે રમવાને વ્હેલો આવજે 

ગરબે ઘુમતી ગોપીઓ, સૂની છે ગોકુળની શેરીઓ
સૂની સૂની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં
રાસે રમવાને વ્હેલો આવ આવ આવજે
– તારા વિના શ્યામ મને

શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ઘણી ભાતની
તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ
રાસે રમવાને વ્હેલો આવજે
— તારા વિના શ્યામ મને

અંગે અંગ રંગ છે આનંદનો, રંગ કેમ જાય તારા સંગનો
પાયલ ઝણકાર સુણી હૃદયનો નાદ સુણી
રાસે રમવાને વ્હેલો આવ આવ આવજે
—- તારા વિના શ્યામ મને

 

સૈયર હાલો ને જઇએ આજ ગરબે ઘૂમવાને
સૈયર હાલો ને જઇએ આજ ગરબે !
મનમાં ઉમંગ જાગે, હૈયે તરંગ ઉઠે,
હાલો ને જઇએ આજ ગરબામાં..

હે ઢોલ ઢમઢમ વાગે ને થાય રૂદિયે ધડકાર
હે મીઠી બંસી વાગે ને થાય ચિતડે થડકાર
હે આભમાં ચાંદો સોહે, સૌનું મનડું મોહે
હાલો ને જઇએ આજ ગરબામાં..

હે ઝાંઝર છમછમ વાગે ને થાય મીઠ્ઠો રણકાર
હે ગોરી ગરબે ઘૂમે રે સજી સોળે શરણાર
હાથ ના હૈયું રહે, મારું ચિતડું કહે,
હાલો ને જઇએ આજ ગરબામાં..

ઓ છોડી ગોરી નમણી નાજુકડી તું એકલડી નાર
તારુ દલડું ચોરાઇ જતા લાગે નહીં વાર
સંગે સૈયરની ટોળી, ગરબે રમવા દોડી
હાલો ને જઇએ આજ ગરબામાં..

ઓ ગોરી દલડું લોભાવે તારી આંખ્યુંનો માર
ચાલ લટકાળી જોઇ લાગે કાળજે કટાર
આજની રાત સારી, નિરખું વાટ તારી
હાલો ને જઇએ આજ ગરબામાં..

બજે તાલ મંજીરા ઢોલ રે ભવાની માં
જોગણીયું સૌ ડોલે મનમાની માં
ગબ્બરને હીંડોળે
રમવા આવો ને માં, અમારે મ્હોલે 

તોરણ બાંધ્યા શેરીને પોળે રૂપાળી માં
મસ્તક તારે ખોળે બિરદાળી માં
જનમ જનમને કોલે
રમવા આવો ને માં, અમારે મ્હોલે

માં..
પહેરી પગમાં પાવડી
તમે આવો ને રમવા માવડી
છે અંતર આશ આવડી
તમે તારો અમારી નાવડી

તુજ ભક્તિ ભરી રસ છોળે હેતાળી માં
તનમનિયા તરબોળે મતવાલી માં
હૈયું ઝંખી ઝોળે
રમવા આવો ને માં, અમારે મ્હોલે

માં
ચોસઠ ચોસઠ જોગણી
એની આંખ્યું ઝુરે છે વિજોગની
રત રઢિયાળી રમે બિરદાળી
આજ તાળી બજે છે ત્રિલોકની

નૈના તરસ્યા તુજ ને ખોળે કૃપાળી માં
સ્વપ્ન મહીં ઢંઢોળે મહાકાળી માં
આતમ અંબા ખોલે
રમવા આવો ને માં, અમારે મ્હોલે


ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે,
હે હીંચ લેવી છે ને (મારે ગરબે ઘૂમવું છે)… ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે. 

હે તારે કિયા ભાઈનાં ચોગલે હવે હીંચ લેવી છે ?
મારા સાહ્યબા તારે ચોગલે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય…  ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે…

હે તારે કિયા ભાઈને દાંડિયે આજે હીંચ લેવી છે ?
મારા સાહ્યબા તારે દાંડિયે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય…  ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે…

તારે કિયા ભાઈની ઠેસે હવે હીંચ લેવી છે?
મારા સાહ્યબા તારી ઠેસે મારે હીંચ લેવી છે.
હે… તારા ઢોલની માથે જો ને દાંડિયું પડે ને મારા હૈડા લેરે જાય…
મારા દલડાં લેરે જાય… મારા હૈડા લેરે જાય…  ઢોલીડા…
ઢોલીડા ઢોલ રે…

1 ટીકા

Filed under Uncategorized

One response to “શરદ પૂર્ણિમાનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક…

  1. chandravadan

    શરદ પૂર્ણિમાનો ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતીક. આ દિવસે ચન્દ્ર પૃથ્વીની નજીક આવે છે. શરદપૂર્ણિમાને દિવસે ચન્દ્ર સોળે કળાએ ખીલી ઊઠે છે……………………………………
    Pragnajuben….I finally got the LINK to your Blog !
    I read several Posts you had published since I came to Australia.
    After reading these Post I was attracted by this Post. The opening Lines introduces the Readers to SHARAD PURNIMA.
    You said nice for the Day !
    Incidently, I was born on this Day by Thithi.
    I feel good to know what you said of this Day !
    Nice Geet…..Nice Photos !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Thanks for your visits/comments on Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.