નિર્ઝરતી તવ નવલ પ્રભાની ઝરમરથી નવસિક્ત બની

પ્રેમલ પાશ થકી તવ ,  હૈયે
નિત નવ પરિમલ પાંગરજો ;
નેહભર્યે તુજ નયનવીંઝણે
હૈયું મુજ પુલકિત રહેજો .
અંતરતર હે તવ અણસારે
અંતર મમ વિકસિત રહેજો ,
આત્મતેજને તવ અંબારે
આતમ હરપળ ઝળહળજો.
રહો પિપાસા હરદમ હૈયે
સ્નેહલ તુજ સંસ્પર્શ  તણી ,
તું જ રહો જીવન મુજ, રઘુવર !
તૃષા રિક્ત મુજ અંતરની .
નિર્ઝરતી તવ નવલ પ્રભાની
ઝરમરથી નવસિક્ત બની
તારે પુણ્યપથે પરવરતાં
વહેજો મમ જીવનઝરણી .
તારે મૃદુલ મધુ સંસ્મરણે
મુદિત રહો મન દિનરજની ,
મહેકો મુજ સૂને અંતરિયે
મુક્ત પ્રભા તુજ વ્હાલપની .

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.