જ્યારે તમે બેઠાં બીડીને બારણાં
ત્યારે ટકોરો હું બની આવ્યો જરી ;
ને ઘેનમાં ચકચૂર ઢાળી નેણલાં
બેઠાં તમે, ત્યારે બની તમ જ્યોત હું
આવ્યો ; પરંતુ ના હતી ફુરસદ ઘડી
એ ખોલવા તમ-દ્વાર ! કે માંડી નજર
ના. …શેં કરે ફરિયાદ? ઘેલા માનવી !
કૈં જિન્દગાની એમ તુજ એળે જતી !
ત્યારે ટકોરો હું બની આવ્યો જરી ;
ને ઘેનમાં ચકચૂર ઢાળી નેણલાં
બેઠાં તમે, ત્યારે બની તમ જ્યોત હું
આવ્યો ; પરંતુ ના હતી ફુરસદ ઘડી
એ ખોલવા તમ-દ્વાર ! કે માંડી નજર
ના. …શેં કરે ફરિયાદ? ઘેલા માનવી !
કૈં જિન્દગાની એમ તુજ એળે જતી !