Daily Archives: ડિસેમ્બર 7, 2010

POST 890/કર ફના નિજને સ્વયં એ પ્રેમઝાળે પાવની

જાણ :કે તું ‘તેનામય’છે.

એ જ તારે છે પ્રેમસમાધિ !

અજેય કેવળ પ્રેમ આ અવનિપટે .

જ્યાં ન હૈયું હૂલતી પરિશુદ્ધતા

પ્રેમ ત્યાં ના પાંગરી પમરાટતો .

જો ચહે એ પ્રેમનું પૂજન થવા,

સ્વાર્પણે તારી સજો ઉરવાટિકા .

કર ફના નિજને સ્વયં એ પ્રેમઝાળે પાવની ,

ને સદા આલિંગજેએ સૌમ્યતા કૈં સાત્વિકી !

મ્હેકી રહો જીવને લઘુ તવ  પ્રેમભીની માધુરી !

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized