Daily Archives: ડિસેમ્બર 9, 2010

POST 892/માર્દવી એ આશને કો અંકૂરે,કિંચિત હસિત મુદવદનથી.

અને એ સ્પર્શ ઝીણો?આંબતો ઘેરાં ગહન અંધારને મુજ!
કોમળો, મૃદુલો મધુ એ સ્પર્શ! અંધારને ગ્રસતો મધુ એ સ્પર્શ!
સ્પર્શ  એ !!  ઢંઢોળી રહ્યો રીઢા અફિણી શા મુને.  …

રોમાંચિત હું…  ખોલી રહું મુજ નયન-દ્વય ઘેરાં,ગભીરાં,
માર્દવી એ આશને કો અંકૂરે,કિંચિત હસિત મુદવદનથી.
પણ હાય રે નિયતિ  !! ન ત્યાં મહેમાન મુજ !
એકલો,નિ:શ્વાસતો મુજને મૂકી ક્યાં એ છૂપ્યા? ક્યાં… ?

ને હું પડ્યો એ  જર્જરિત મુજ શયનખંડ તણા
ભીષણ  ભેંકારમાં…મુજ જીર્ણ શીર્ણ એ શૈયાનો
રૂખો-સુખો અવસાદ થઈ. . . !

Leave a comment

Filed under Uncategorized