Daily Archives: ડિસેમ્બર 15, 2010

POST 898/તુજ ચરણ-કમલની પ્યાસ , પ્રભો ! હો ઉરને અન્ય ન આશ ,વિભો !

તારો ઝીણો શો સ્પર્શ ને ખીલી ઊઠું ;
થપકી મૃદુ તારી અને જાગી ઊઠું હું ;
નેણલે તારે તીખે દાઝી ઊઠું હું ;
ને કટુ તુજ વેણથી છળી હું ઊઠું.
જો દૂર તું  હુંથી કદા,  ભાંગી પડું ,
અણસાર ના હૈયે ગ્રહું ,  લાજી મરું .
બનું હું રમઝટ આ ઉરતંત્રીની ,
તું જંત્રી મુજ આતમ-ઉરની .
તુજ  ચરણ-કમલની પ્યાસ , પ્રભો !
હો ઉરને અન્ય ન આશ ,વિભો !

Leave a comment

Filed under Uncategorized