Daily Archives: ડિસેમ્બર 16, 2010

પોસ્ટ ૮૯૯/હાઈકુ…પ્રજ્ઞાજુ વ્યાસ/ રસદર્શન શ્રીવલીભાઈ મુસા

https://i0.wp.com/www.pixelapex.net/images/flame/flamework.gif

શમા ખામોશ

અગ્નિની જિહ્વા લાંબી

રચે દોઝખ

https://i0.wp.com/home.pacbell.net/brynalan/FIRELIGHTanimation2INCH.gif

 

આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું!

દુન્યવી શમાને એક તો અગ્નિના ઉગમસ્થાન હોવાનું સ્થાયી દુ:ખ અને પરવાનાને ભસ્મીભૂત થતું જોવાનું હંગામી દુ:ખ.

ધર્મશાસ્ત્રો કહે છે કે પારલૌકિક દોઝખને આવી લાગણીઓ નહિ થાય,

કેમ કે તેને તો પાપીઓને બાળવાની કામગીરી સોંપાઈ હોઈ એ તો કરિયાદ કરતી જ રહેશે કે ‘હું તો હજુ ભૂખી છું!’

પણ, મને એક વાતનું દુ:ખ થાય છે કે ફૂલદાની તો દિવાનખંડમાં શોભે, નહિ કે વરંડે! ઉમદા હાઈકુ અને કોમેન્ટે!

છેલ્લે થોડી હાઈકુ વિષેની ગપસપ કરી લઈએ.

જાપાનીઓ ટૂંકા પને હોઈ, વાલીડાઓ, તેમના કદ જેવું હાઈકુ લઈ આવ્યા!

હાઈકુકારને જ ખબર પડે કે પોતે શું લખ્યું.

વાંચકોને તો સમજાવવું પડે,

જેવી રીતે બાળચિત્રકારે પક્ષીના ચિત્ર નીચે લખવું પડે કે

‘આ મોર છે, આ કબુતર છે!’

ધન્યવાદ.

———————————————————————————————————————————

“કોમેન્ટમાંનું આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું”…

કવિ વલી ગુજરાતીની સ્મૃતિમાં સ્થપાયેલ વલી ગુજરાતી અકાદમી દ્વારા દર વર્ષે એક ગુજરાતી ગઝલકારને ગઝલક્ષેત્રે તેમણે અર્પેલાં પ્રદાન ને અનુલક્ષીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ આપવામાં આવે છે તેનું દરેક સાહિત્યકારને સ્વપ્ન હોય છે.
મારી દિકરી યામિનીને ગઝલ,ગીત,કાવ્યો રચતા જોઉં અને મને રચનાકાર થવાના સ્વપ્ના આવે.તેણે ખીસ્સાકોશ,ડીકક્ષનરી વ.લઈને બેસવુ.રદીફ,કાફિયા,મત્લા,મત્કા વિ.ની યાદી બનાવવી,હાલને તબક્કે જોડણીની છૂટ ન લેવી અને ગઝલ બનાવી. તે જોબ પરથી આવી ત્યારે વંચાવી.તેણે કચરાપેટીમા પધરાવી…લખવાનું માંડી વાળવા કહ્યુ.
ત્યાર બાદ ચિ મોનાએ પ્રયત્ન કર્યો.ખૂબ જ નબળા અછાંદસને ધરમૂળમાંથી મઠારી-આંટીને નામે છાપ્યું! મૉટા ગજાના શ્રી જુગલકિશારજીએ પ્રયત્ન કર્યો પણ પાકે ઘડે કાઠા ન ચઢ્યા!
અમારા વડિલે કહ્યુ-મારામા છંદ,લય કાંઈ જ નથી પણ ભાવ છે અને જગતગુરુ તો ભાવના ભૂખ્યા છે તો તમારી રચના કૃષ્ણાર્પણ કરશો…
જરા ખિંજાકી ભી ઈજ્જતકા કુછ ખયાલ કરો
બહાર બનકે ન નિકલો યોં દિલ્લગી કે લિયે
છતા મનમા એમ કે કોઈ જુઠે જુઠું કહે કે..
અને આજે વલી એવોર્ડ મલ્યો…
અને
મારી દાસ્તાં લખાઈ ગઈ…
આ મારું પાગલપન છે –
સહન કરશો…

9 ટિપ્પણીઓ

Filed under યામિની વ્યાસ, Uncategorized