શમા ખામોશ
અગ્નિની જિહ્વા લાંબી
રચે દોઝખ
આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું!
દુન્યવી શમાને એક તો અગ્નિના ઉગમસ્થાન હોવાનું સ્થાયી દુ:ખ અને પરવાનાને ભસ્મીભૂત થતું જોવાનું હંગામી દુ:ખ.
ધર્મશાસ્ત્રો કહે છે કે પારલૌકિક દોઝખને આવી લાગણીઓ નહિ થાય,
કેમ કે તેને તો પાપીઓને બાળવાની કામગીરી સોંપાઈ હોઈ એ તો કરિયાદ કરતી જ રહેશે કે ‘હું તો હજુ ભૂખી છું!’
પણ, મને એક વાતનું દુ:ખ થાય છે કે ફૂલદાની તો દિવાનખંડમાં શોભે, નહિ કે વરંડે! ઉમદા હાઈકુ અને કોમેન્ટે!
છેલ્લે થોડી હાઈકુ વિષેની ગપસપ કરી લઈએ.
જાપાનીઓ ટૂંકા પને હોઈ, વાલીડાઓ, તેમના કદ જેવું હાઈકુ લઈ આવ્યા!
હાઈકુકારને જ ખબર પડે કે પોતે શું લખ્યું.
વાંચકોને તો સમજાવવું પડે,
જેવી રીતે બાળચિત્રકારે પક્ષીના ચિત્ર નીચે લખવું પડે કે
‘આ મોર છે, આ કબુતર છે!’
ધન્યવાદ.
———————————————————————————————————————————
“કોમેન્ટમાંનું આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું”…
કવિ વલી ગુજરાતીની સ્મૃતિમાં સ્થપાયેલ વલી ગુજરાતી અકાદમી દ્વારા દર વર્ષે એક ગુજરાતી ગઝલકારને ગઝલક્ષેત્રે તેમણે અર્પેલાં પ્રદાન ને અનુલક્ષીને ‘વલી ગુજરાતી ગઝલ એવોર્ડ’ આપવામાં આવે છે તેનું દરેક સાહિત્યકારને સ્વપ્ન હોય છે.
મારી દિકરી યામિનીને ગઝલ,ગીત,કાવ્યો રચતા જોઉં અને મને રચનાકાર થવાના સ્વપ્ના આવે.તેણે ખીસ્સાકોશ,ડીકક્ષનરી વ.લઈને બેસવુ.રદીફ,કાફિયા,મત્લા,મત્કા વિ.ની યાદી બનાવવી,હાલને તબક્કે જોડણીની છૂટ ન લેવી અને ગઝલ બનાવી. તે જોબ પરથી આવી ત્યારે વંચાવી.તેણે કચરાપેટીમા પધરાવી…લખવાનું માંડી વાળવા કહ્યુ.
ત્યાર બાદ ચિ મોનાએ પ્રયત્ન કર્યો.ખૂબ જ નબળા અછાંદસને ધરમૂળમાંથી મઠારી-આંટીને નામે છાપ્યું! મૉટા ગજાના શ્રી જુગલકિશારજીએ પ્રયત્ન કર્યો પણ પાકે ઘડે કાઠા ન ચઢ્યા!
અમારા વડિલે કહ્યુ-મારામા છંદ,લય કાંઈ જ નથી પણ ભાવ છે અને જગતગુરુ તો ભાવના ભૂખ્યા છે તો તમારી રચના કૃષ્ણાર્પણ કરશો…
જરા ખિંજાકી ભી ઈજ્જતકા કુછ ખયાલ કરો
બહાર બનકે ન નિકલો યોં દિલ્લગી કે લિયે
છતા મનમા એમ કે કોઈ જુઠે જુઠું કહે કે..
અને આજે વલી એવોર્ડ મલ્યો…
અને
મારી દાસ્તાં લખાઈ ગઈ…
આ મારું પાગલપન છે –
સહન કરશો…
Very good to read …
આપનું હાઈકુ તો મારા માટે (અન્યો માટે પણ) જન્નતની ખુશખબરી લઈ આવ્યું!
દુન્યવી શમાને એક તો અગ્નિના ઉગમસ્થાન હોવાનું સ્થાયી દુ:ખ અને પરવાનાને ભસ્મીભૂત થતું જોવાનું હંગામી દુ:ખ.
ધર્મશાસ્ત્રો કહે છે કે પારલૌકિક દોઝખને આવી લાગણીઓ નહિ થાય,
કેમ કે તેને તો પાપીઓને બાળવાની કામગીરી સોંપાઈ હોઈ એ તો કરિયાદ કરતી જ રહેશે કે ‘હું તો હજુ ભૂખી છું.
Keep us reading and understand you.
From:
banuma vijapura
પ્રિય પ્રજ્ઞાજુબેન
હાયકુ અને અને રસદર્શન બન્ને સરસ થયાં છે..વલીભાઇનું રસદર્શન્થી હાયકુ પર પ્રકાશ પડ્યો છે..નહીતો મારે તો ઉપરથી જ જાત .પ્રજ્ઞાબેન એક સવાલ ક્યારનો મનમાં હતો..તમે ગાલિબથી માંડી ને આદિલ સુધી ઘણાં કવિઓના શેર પ્રતિભાવમાં ટાંકો છે…મને નવાઇ લાગે છે કે તમારું જ્ઞાન કેટલુ બધું છે વાંચન કરો છો તે તો હું જાણૂ પણ યાદ શક્તિ ગઝબ કહેવાય!! તમારો રાઝ કહેશો..તમારાં બ્લોગની લિન્ક પણ આપશો..
સપના
Valibhai Musa
પ્રગ્ના(જ્ઞા)બેન !
શમા ખામોશ
અગ્નિની જિહ્વા લાંબી
રચે દોઝખ
જૂની યાદ તાજી થઈ અને મજા આવી ગઈ મારા જ પ્રતિભાવને વાંચક તરીકે વારંવાર વાંચતાં! સાહિત્ય જગતમાં શમા અને પરવાના વિષે ખૂબ ખૂબ કહેવાયું છે. પરવાનાને શમા સાથે એવો સાચો પ્રેમ છે કે તે પોતાની જાતને ફના કરી દે છે. શમાને માન્ય નથી કે પરવાના (પતંગિયું) પોતાનો જીવ ન્યોછાવર કરે અને એટલે જ તો શમાની જ્યોત હાલકડોલક થઈને તેને બચાવવાની કોશીશ કરે છે. પણ, અફસોસ! શમા પરવાનાને બચાવી શકતી નથી
શમા શું કરે?
જીવંત પરવાના
ભોગ બને ત્યાં!
યામિનીબહેનને મારા અભિનંદનનો સંદેશો પહોંચાડ્યો કે?
કુશળ હશો.
સ્નેહાધીન,
વલીભાઈ
પિંગબેક: (274) હાસ્ય દરબારનાં રત્નો – 8 (રત્નાંક – 8) * પ્રજ્ઞાબેન વ્યાસ « William’s Tales (Bilingual)
પિંગબેક: (274) હાસ્ય દરબારનાં રત્નો – 8 (રત્નાંક – 8) * પ્રજ્ઞાબેન વ્યાસ « William’s Tales (Bilingual Multi Topic Reads)
પહેલી વખત તમારા બ્લોગ પર આવી. તમારા પ્રતિભાવોમાં તમારા વિચારો જાણવાનો મોકો મળે છે. પ્રોત્સાહન માટે આભાર. સરયૂ
પિંગબેક: (330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ અભિનંદન / એમનો પરિ
પિંગબેક: (330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ અભિનંદન / એમનો પરિ
પિંગબેક: (330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ અભિનંદન / એમનો પરિ