શેડવો શાક
સાત પાણી રોટલા
ખવાય લોજે !
દરબારી રસોડે બનતાં બાજરાના રોટલા માટે કહેવાય છે કે સાત પાણીનો રોટલો અને એક પાણીનું શાક એ કાઠી ખાનપાનની મજા છે. શાક વઘારો પછી એક જ વાર પાણી નાખીને શેડવો એ ખૂબ જ સ્વાદિષ્ટ બને. કાયમ બનાવતા હોય એને માપનો ખ્યાલ હોય જ. બાજરાના રોટલાને ઘડતા પહેલાં કુંભારે બનાવેલી કથરોટમાં પાવલીભાર મીઠું ઓગાળે, પછી ટોયું લોટ નાખે, અને ચુલે મૂકેલું ગરમ પાણી કથરોટમાં નાખે, જેથી ‘વક્ર’ આવે પછી મહળવાનું શરૂ કરે. જેમ મહળાય એમ લોટ કઠણ થાય. પછી પાણીનો છટકારો આપે. ફરી વખત મહળે એમ સાત વખત પાણી આપે. પછી રોટલાને ટીપે. એક સરખો ગોળ ઘડાયા પછી ઝડપથી તાવડમાં એવી રીતે નાખે કે એમાં હવા ન રહે. હવા રહી જાય તો ભમરા પડે. આ ભમરા માટે કણબી પટેલોમાં કહેવાય છે કે દીકરી બાજરાના રોટલા ઘડતાં શીખતી હોય અને ભમરો પડે તો મા એને તરત જ સંભળાવે છે ‘આ ભમરાળો રોટલો તારો બાપ ખાશે પણ તારો હહરો નઈ ખાય.’ કઠિયાણી રોટલે સેડવે એ વખતે ચાકુથી, આંગળિયુંથી કે તાળાની પોલી ચાવીથી ભાત્ય પાડે છે અને મઈં ઘી ભરે છે.
બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન;
ઘોડે પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન.
હવે તો દરબારના મહેલ થયા હૉટલ..
ઍટલે એ ખવાય જમવાના મૅજ પર!એ રીતની રમુજ……
અમારા વલી વલીભાઈના સૂચન મુજબ સાથે હકીકત લખી છે
પ્રજ્ઞાબેન,
બાજરીના રોટલા બનાવવા એ 65મી કલા છે. મારાં મલુકમા બાજરીના લોટમાં ઘઉંનો લોટ ભેળવ્યા વગર કલેડામાં ધીમા તાપે રૉટલો શેકતાં જે લુખો પણ ખાતાં મીઠો લાગતો. પછીની પેઢીનો સ્ત્રીવર્ગ ઘઉંનો આટો ભેળવે તો જ રોટલો ઘડી શકે તેવી સ્થિતિ આવી. હાલની તૃતીય પેઢીની સ્ત્રીઓ તો બાજરીમાં ચોખા ભેળવીને જ દળણું કરાવે છે અને ઓરસ ઉપર ઘઉંના રોટલાની જેમ વણે છે, કેમ કે તેમને હાથોમાં ઘડતાં ફાવતું નથી હોતું. આમ છતાંય સ્વીકારવું પડે કે આ રીતે બનેલો રોટલો પણ ભાખરી જેવો ચાવવામાં સરળ પડતો હોય છે અને સ્વાદિષ્ટ પણ લાગતો હોય છે.

Valibhai Musa | November 8, 2010 at 12:38 am |