Daily Archives: ડિસેમ્બર 19, 2010

પૉસ્ટ ૯૦૨ /વાદન ,– તો પિતા! જોજે,ન ખૂટે ધૈર્ય મુજ .

કદા મારે ઉરે કંઈ વાસ જો બદબો તણા –
બદબો, ક્ષતિ, લઘુ ઊણપો – મુજ દોહ્યલાં સાથી  ;
પ્રભુ-અર્પ્યાં પ્રણયનાં દાન એ મોઘાંમૂલાં .
જે જાણતા, ના,  માણતા કંઈ ચિતવું:
વિસ્તારવા પંકજ બની પમરાટ વસુધાઅંકમાં આવ્યો જગે
હું.કાપતાએ જિન્દગીનો રાહ, ને સહેતા , જીરવતા, જેરતા
જગવ્યંજનાના દાહ,  ‘ને કંઈ ધૂર્ત આ જગના મહામત્સર,
કદા કૂટ ઉરના હીણા પ્રલાપો, કે કંઈ હૈયા-બળાપો !
કે કદા કૈં ભાવનાનાધોધવ્હેતાઝીલતા ઉરમાં ઊણા,
‘ને તાર કૈં સંવેદનાના સ્વાંતમાં સંધાનતાનવગાનમાં,
થઈ મુગ્ધ એના તાનમાં સાધું કદી રસઐક્યનું ઉરતંત્રીમાં
વાદન ,– તો પિતા! જોજે,ન ખૂટે ધૈર્ય મુજ .

Leave a comment

Filed under Uncategorized