Daily Archives: ડિસેમ્બર 23, 2010

પોસ્ટ ૯૦૬/સ્વીકારી તવ કૃતિ,કો વિનત ભાવે ચિતવું :

… અને કૈં આમ આત્માધીન થઈ, ઘેરીસુષુપ્તિથી સરી
જાગૃત મહીં ડગ હું ભરું, ત્યારે વિરલવત્સલ વિભો !
તારાં અમીઝરતાં મૃદુલાં નેણલાં
મુજ નેણમાં નર્તન્ત હું ન્યાળું જરી :
ને પલકમાં ઝેર જીવનનાં સહુ જાઉં ગળી ;
સંદેહ સૌ ,સૌ ગૂઢ, ઘેરા, ગહન પ્રશ્નાર્થો ગળી જાતાં,
લહી નવ-દૃષ્ટિથી તવ વિશ્વને, મુજ મૂઢતા જાતાં દ્રવી,
તવ સર્જને પ્રેર્યા વિરોધાભાસને ઉર વિમલે પ્રણમી ,
સ્વીકારી તવ કૃતિ,કો વિનત ભાવે ચિતવું :

Leave a comment

Filed under Uncategorized